________________
[ ૭૬ ]
શ્રી કરવિજયજી સમભાગી રહે, ખરી આપદામાં કસોટીના વખતે ત્યાગ નહિ કરતાં તેવા પ્રસંગે અધિક કાળજીથી તેને ઉદ્ધાર કરવા તન, મન, ધનને બનતેગ આપે; બીલકુલ સ્વાથી નહિ પણ સ્વાર્થ ત્યાગી જ બને.
ખરા મિત્રમાં ઉપર પ્રમાણેના લક્ષણો હોય છે, એમ જ્ઞાની પુરુષ પ્રગટ કહે છે, ઉક્ત ગુણો પ્રગટાવવા આપણામાં બળસામર્થ્ય પ્રગટે અને સ્વપરહિત કરવાની અનુકૂળતા થાય.
સાર–ખરેખર જે આપણે આપણી જાતના (પિતાના ) તેમ જ અન્યના સાચા મિત્ર જ થવાની ઈચ્છા હોય તો પ્રથમ આપણે જાતે જ દરેક પાપસ્થાનકથી દૂર રહેવું જોઈએ. હિંસા, અસત્ય, અદત્ત, મૈિથુન અને પરિગ્રહાદિકથી વિરક્ત બની નિપુ
તાથી દયા, સત્ય, અર્ય, શીલ, સંતેષાદિક સગુણોને દૃઢ મનથી ધારવા જોઈએ, “ પપદેશે પાંડિત્યમ્ ” તજી આપણી જાતને જ પ્રથમ શિક્ષણ આપી સુધારવી જોઈએશાણ કરવી જોઈએ. આપણે પ્રમાદપડતને પરિહરી સ્વાશ્રયીબની, સ્વપુરુષાર્થબળે અહિતમાર્ગ તજી, હિતમાર્ગને આદર કર જોઈએ. તેમાં ખલના થવા દેવી ન જોઈએ. થતી
ખલના દૂર કરી હિતમાર્ગમાં અખલિત પ્રયાણ કરવું જોઈએ. કેઇન પ્રત્યે પ્રતિકૂલતાભર્યું આચરણ કદાપિ નહિ કરતાં સદા સાનુકૂળ સુખકારી આચરણ જ આચરવા ખાસ લક્ષ રાખવું જોઈએ. પારકાં છિદ્ર (ચાંદા) નહિ જોતાં હંસની પેઠે સારગ્રાહી બની સદ્દગુણને જ ગ્રહણ કરી લેતાં શીખવું જોઈએ. ઝવેરીની પેઠે ગુણની કદર કરવી જોઈએ. જાતે સગુણ બની સગુણવંત તરફ પૂર્ણ પ્રેમ રાખવો જોઈએ. નિઃસ્વાર્થ પણે શુદ્ધ પ્રેમી બનવું જોઈએ. સ્વાત્માણવડે સ્વાર્થ ત્યાગી થવું