________________
લેખ સંગ્રહ
[ ૭૩ ] મિત્ર થવું, અને મિત્ર કરવા તો આવા સજજનોને જ મિત્ર કરવા. આવા ઉત્તમ મિત્ર આ લેકમાં તેમ જ પાકમાં મદદગાર થઈ શકે. નીચી ગતિમાં લઈ જનારી કુમતિથી બચાવી સદ્ગતિ આપનારી સુમતિ સાથે આપણને જોડી આપે. તન, મન, ધનથી આપણું એકાન્ત હિત જ કરે તે જ ખરો મિત્ર છે. સર્વજ્ઞ–વીતરાગકથિત અહિંસા-સંયમ અને તપલક્ષણ ધર્મ એ નિષ્કારણ મિત્ર છે, એ પવિત્ર ધર્મનું શુદ્ધ અંત:કરણથી સેવન કરનારા સઘળા બંધુઓ અને બહેને પણ નિઃસ્વાર્થી મિત્રો છે, તેમનું હિત-વાત્સલ્ય કરવું તે આપણું પવિત્ર ફરજ છે. તે ખરી વાત વિસરી જઈ તેમનું અહિત કરવા દોરાઈ જનાર ખરેખર મિત્રદ્રોહી, ધર્મદ્રોહી ને આત્મદ્રોહી છે. કાળદોષથી કઈ પણ પ્રકારની આપદામાં સપડાયેલા આપણા સ્વધામ જનેને સવેળા ઘટતી સહાય કરી ઉદ્ધારવામાં પ્રમાદ કરો ઘટિત નથી.
[ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૩૫૩ ]
સ્વધર્મી બધુઓને અને બહેનોને આપણે શી રીતે
સહાય કરવી જરૂરની છે? આ પ્રશ્ન ઘણો મહત્ત્વનો અને ગંભીર છે. કંઈક સહૃદયદયાળુ લાગણીવાળા ભાઈબહેને આ પ્રશ્નને સમયજ્ઞ-વિદ્વાન મુનિજને તેમ જ શ્રાવક જને પાસે ઉપસ્થિત કરે છે અને તત્સંબંધી ચર્ચા કરે છે. વિદ્વાન મુનિજને તેમ જ ગૃહસ્થો તે સંબંધી ઘટતે ઉહાપોહ કરી પિતાના અભિપ્રાય જાહેર કરે છે, પરંતુ પોતાની જૂની રૂઢીથી ટેવાયેલા શ્રીમંત જનો