________________
લેખ સંગ્રહ
[૩] ક્ષણ પણ વિસ્મરણ થવું ન જોઈએ. સહુ આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુળ, ગણું, યાવત્ સમસ્ત શ્રમણ સંઘને તેમ જ સકળ જીવરાશિને એવા જ પવિત્ર હેતુથી ભાવ સહિત ધર્મની બુદ્ધિ રાખી અમે આ સાંવત્સરિક પર્વની શુભ સમયે ખમીએ છીએ અને અમાવીએ છીએ.
ઈતિશમ. [ શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુ. ૩૦. પૃષ્ઠ. ૧૭૪.]
વિશ્વવંધ થવાને લાયક કેમ થવાય? “લઘુતામું પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર.”
નમે તે પ્રભુને ગમે.” " वदनं प्रसादसदनं, सदयं हृदयं सुधामधुरवाचः।"
करणं परोपकरणं, येषां केषां न ते वन्याः ? ભાવાર્થ-જેમનું મુખ સદા સુપ્રસન્ન-આનંદિત રહે છે, હૃદય દયાદ્ર—દયા દાનથી ભીનું રહે છે, વાણું અમૃત જેવી મીઠી અને શીતળ હોય છે, તેમજ જેમની કાયા પરોપકારના કામ કરવામાં સદાય તત્પર રહે છે અર્થાત્ જેમનાં મન, વચન અને કાયા સદા ય પવિત્ર પણે વતી સ્વપર ઉપકાર સાધે છે, તે ભાગ્યવંત જનો કોને વંદનીય ન થાય? પોતાનાં પુજ્યભર્યા પવિત્ર કાયૅવડે તેઓ અવશ્ય વિશ્વવંદ્ય બની શકે છે.
નમે છે આંબા આંબલી, નમે છે દાડમ દ્રાક્ષ
એરંડ બીચારો શું તમે? જેની ઓછી શાખ.”
ઊંચી જાતનાં વૃક્ષો જ્યારે ફળથી સભર થાય છે ત્યારે વિશેષ નમી પડે છે, પરંતુ હલકી જાતનાં એરંડા જેવાં વૃક્ષ