________________
[ ૧૮૦ ]
શ્રી કÉરવિજયજી એટલે વર્તમાન શાસનવતી સંઘ-સમાજની સ્થિતિ સંતોષકારક નથી, તેને સુધારવા થોડા પણ સમર્થ શાસન રસિકે ખરા જીગરથી એકતા સાધી પ્રયત્ન કરે તો તે કદાચ કંઈક કંઈક સુધરવા આશા રહે, પરંતુ તે શ્રેષ્ઠ સ્વપર એકાન્ત હિતકારક પ્રયત્ન કરવાનું અત્યારે બાજુએ રાખી, કેવળ અણછાજતી રીતે એક બીજા ઉપર અંગત આક્ષેપાદિક કરી, વ્યર્થ સ્વવર્યાદિકને ક્ષય કરવામાં આવે છે, જેથી અનેક ભવ્ય જનોનાં મન દુભાય છે, કંઇકને અતિભ્રમ થાય છે, મુગ્ધજનમાં તેમજ પંડિતજનમાં હાંસીપાત્ર તથા ટીકાપાત્ર થવાય છે, સંઘશક્તિને હાર થતું જાય છે અને આ બુદ્ધિવાદના જમાનામાં તત્ત્વજિજ્ઞાસુઓને યથાર્થ રીતે સર્વજ્ઞ વીતરાગપ્રણીત તત્ત્વ સમજાવી શુદ્ધ તત્ત્વરસિક અને શાસનરસિક બનાવવાની અમૂલ્ય તક ગુમાવાય છે. આ દુ:ખદાયક ભયંકર સ્થિતિ કઈ રીતે પસંદ કરવા જેવી છે. નથી જ, તો પછી તેને સંકોચ રહિત કેમ ચાલવા દેવામાં આવે છે? અથવા તે તરફ કેમ ઉપેક્ષા કરવામાં આવે છે ? જેમને જેનસમાજની તેમજ શાસનની કંઈ પણ સેવા કરવા ઇચ્છા જ હોય તેવા આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તક તથા પંન્યાસાદિક સાધુઓ તેમ જ સાધ્વીઓ માટે વિશાળ કર્તવ્ય ક્ષેત્ર રહેલું છે. પૂર્વે થયેલા પરમ પ્રભાવશાળી નિર્મળ ચારિત્રસંપન્ન સગુણાનુરાગી અને પવિત્ર શાસનરસિક ભાવાચાર્યાદિકોએ કેવી અને કેટલી ખંતભરી લાગણીઓથી ધીરજ અને એકતા સાધીને શાસનસેવા અને સંઘ-સમાજસેવા કરી હતી, તેનું બારિકાઇથી અવલોકન કરી, હંસની પેઠે સારતત્વ આદરવાના અથી સાધુઓએ આ સમાજની ચાલુ દુ:ખજનક સ્થિતિ સુધારવા અને તેને ઉત્ત