________________
લેખ સંગ્રહ
[ ૧૭૯ ] રીતિ-નીતિમાં મોટો તફાવત પડેલે જણાય છે, તો પણ અદ્યાપિ તે પ્રથા ચાલુ રહેલી છે. સમય-સ્થિતિ જોઈ વિચારી ચાલનાર સુજ્ઞ ભાઈબહેને તેને યથાયોગ્ય લાભ લઈ શકે એમ છે. આપણામાં અત્યારે મોટામાં મોટી ભૂલ એ જોવામાં આવે છે કે આપણે કાંઈ સારું જાણ્યું–સાંભળ્યું તો તે ગુણ પ્રમાણમાં સારામાં સારે કરવાની કાળજી રાખવાને બદલે સંખ્યા-પ્રમાણમાં વધારેમાં વધારે કરવા ઈચ્છા રાખીએ છીએ, અને એના પરિણામે આપણે આપણા કાર્ય–કર્તવ્યને મૂળ આશય લગભગ વિસરી જઈએ છીએ, અથવા એ તરફ દુર્લક્ષ કરીએ છીએ. સંખ્યા પ્રમાણમાં નાની છતાં ગુણમાં મેટું ( સાચા હીરા-રત્ન-મોતી જેવું ) અણમોલું કામ કરવાને બદલે કેવળ સંખ્યા-પ્રમાણમાં મોટું કામ કરવા જતાં તે પ્રાયે અસાર-સારસર્વ રહિત-નિરસ બની જાય છે, તેમ થવા ન પામે એટલા માટે દરેક કર્તવ્ય કર્મ કરતાં યથાયોગ્ય વિવેક આદરવાની ખાસ જરૂર છે. ગુણમાં વધારે સારો વધારે કરવાની ઇચ્છા-સ્પર્ધા પસંદ કરવા જેવી છે, પણ સંખ્યા-પ્રમાણમાં જ વધારે આડંબરભર્યો ડોળ કરવા જતાં તો નિર્દિષ્ટ ( કરવા ધારેલા) કર્તવ્ય કર્મની ખરી મજા-લહેજત-ખૂબીને લગભગ લેપ થઈ જાય છે. બહુધા અત્યારે જે યાત્રા, પૂજ, પ્રતિક્રમણ, સામાયિક, પૈષધાદિક સામાન્ય ક્રિયાઓ પ્રવર્તે છે, તેમાં એવું જ દષ્ટિગત થાય છે. યથાર્થ વિધિના જાણ અને અંતર લક્ષ ( ઉપયોગ ) સહિત યથાવિધિ યથાયોગ્ય કર્તવ્યને જાતે કરનાર તેમજ અન્ય યોગ્ય જનોને તે શાસ્ત્રોક્ત આચારને ઉપદેશનારા બહુ જ વિરલા જણાય છે. બહુ મોટે ભાગે ગતાનુગતિ પણે ચાલનારે અને તેની પુષ્ટિ કરનારે લાગે છે.