________________
શ્રી કપૂરવિજયજી
લાભ
[ ૩૦ ]
લેવાના
જ્ઞાન અથવા
યથાર્થ સ્વરૂપ સમજ્યાથી જ તેના યથા પ્રસંગ પ્રમાદ રહિત સાધી શકાય છે, યથાર્થ સમજ વગર તે અહિંસા અથવા દયાને બદલે હિંસાના મા પણ આદરી લેવાય છે. યથાર્થ જ્ઞાન અથવા સમજવડે જે સર્વ જીવાને સ્વ આત્મ સમાન સમજી તથાપ્રકારની દૃઢ શ્રદ્ધા રાખી પ્રમાદ તજી સત્યાગ્રહ ધારી સ્વ કર્તવ્યમા થી લગારે શ્રુત થતા નથી તેવા સ ંત-મહાત્માએ જ સર્વ જીવાને સર્વથા અભય આપી શકે છે, પરંતુ જેએ પ્રમાદવશ થઇ સ્વ કન્યકમાં શિથિલતા ધારે છે તે તે મહાવ્રતનેા જોઇએ તેવા લાભ લઇ શકતા નથી. વિચારથી વાણીથી અને કૃતિથી જેમ જાતે હિંસા કરાય છે તેમ અન્ય પાસે પણ કરાવાય છે, તથા તેનું અનુમેાદન પણ કરવામાં આવે છે. મન, વચન કે કાયાથી ઉક્ત જીવહિંસા કરવા કરાવવા કે અનુમેદવાથી સથા વિરમવું તેનું નામ જ સંપૂર્ણ અભયદાન કહેવામાં આવે છે. સુખદુ:ખની લાગણી સહુને સમાન હોવાથી કોઈ જીવને પ્રતિકૂળતા ઉપજાવવી નહિ. ગમે તે પ્રસંગે હૃદયમાં કોમળતા ધારી જયણાથી પ્રવર્તવું. જેથી જીવાની રક્ષા થાય તેવાં સુકેામળ ઉપગરણાના જ ઉપયાગ કરવા, તેમ જ જન્મ જરા મરણના દુ:ખથી સર્વથા મુક્ત થવાય તેવા સંયમમા માં અપ્રમત્તપણે વિહરવા દત્તચિત્ત-એકનિષ્ઠ બની રહેવુ યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું યથાવિધિ આરાધન કરવાથી પાતે અભય-નિર્ભય બને છે અને અનેક જીવાને અભય આપવા શક્તિવાન થઇ શકાય છે. ઇતિશમ્
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૩૯ ]