________________
લેખ સંગ્રહ
[ ૩૧ ] જેન કમને ખૂબ લક્ષ્યમાં લેવા ગ્ય ખાસ
ઉપયોગી સૂચનાઓ ૧ સુખના અથી સહુએ જરૂર પડતાં શુદ્ધ, સ્વદેશી વસ્તુને જ આદર કરે, સ્વદેશી કે વિદેશી બ્રણ વસ્તુઓથી સદંતર દૂર જ રહેવું.
૨ આપણાં સઘળાં સ્થાવર અને જંગમ તીર્થોની રક્ષા ને સેવા માટે વિશેષ સાવધાન રહેવું. તેમની ખાતર પોતાનાં પ્રાણ પાથરવા પણ ન ચકવું, જરૂર પડતાં પિતાનું સર્વસ્વ અર્પણ કરી દેવું.
૩ કેવળ દેખાદેખી નહીં કરતાં, લાભાલાભ સમજી, હિતાહિત વિચારી, સ્વપરની ઉન્નતિ સધાય તેવા શુદ્ધ સરળ ઉપાય આદરવા સર્વેએ પ્રયત્ન કરો.
૪ સંસારના મૂળરૂપને સર્વ સંકલેશના સબળ કારણરૂપ ક્રોધાદિક ચારે કષાયે નિવારવા, અને સ્વાનુભવપૂર્વક સર્વસ વીતરાગ પરમાત્માએ એકાન્ત હિતબુદ્ધિથી ભાખેલો ક્ષમાદિક દશ પ્રકારને પવિત્ર ધર્મ સેવવા યથાશક્તિ જરૂર યત્ન કરે.
૫ પ્રભુની પરમ શાન્ત મુદ્રાને સ્થિર મને પૂછ, અચી, સ્તવીને એવી જ પ્રાર્થના કરવી કે આપણે તેમના પવિત્ર માગે પવિત્ર બનીએ તેવું બળ પામીએ.
૬ જિનપૂજામાં શરીરશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મનશુદ્ધિ, સ્થાનશુદ્ધિ, પૂજો પગરણ શુદ્ધિ, ન્યાય દ્રવ્ય ( દ્રવ્યશુદ્ધિ), વિધિશુદ્ધિ સમાચરવા કોઈએ બેદરકાર ન જ રહેવું.