________________
લેખ સંગ્રહ
| [ ૧૬૧ ] અવસ્થા આવી ન પહોંચે, વ્યાધિ વૃદ્ધિ ન પામે અને ઈન્દ્રિયબળ ક્ષીણ થઈ ન જાય ત્યાં સુધીમાં ધર્મનું સંસેવન કરી લેવાય એમ છે, માટે જાગૃત થાઓ, જાગૃત થાઓ. ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૯૮. ]
જન્મ મરણનાં અનંતા દુઃખમાંથી છૂટવા માટે
ભવ્યાત્માએ કરવો ઘટતે વિચાર.
જન્મતાં અને મરતાં જીવોને અત્યંત દુઃખ થાય છે, તે દુઃખથી સદા ય સંતપ્ત રહેતા હોવાથી તેમને પૂર્વજન્મનું સ્મરણ થઈ શકતું નથી. ”
અગ્નિ જેવી તપાવીને લાલચોળ કરેલી તીખી-અણીદાર સોયો એકીસાથે રુંવાડે રુંવાડે ભેંકવાથી જીવને જેટલું દુઃખ થાય તેથી આઠગણું દુ:ખ ગર્ભમાં વસતા ગર્ભવાસીને થાય છે.”
ગર્ભથકી બહાર નીકળતાં જીવને માતાની નિરૂપી અંતરડીમાંથી પીલાતાં જે દુઃખ થાય છે તે પૂર્વના દુઃખ કરતાં લાખગણું અથવા કોડાકોડગણું પણ વધારે થાય છે. ”
કોઈક ઉત્તમ ગર્ભવાસી જીવ ધર્મશીલ માતા, પિતા કે ગુર્નાદિકના સાનિધ્યથી ધર્મોપદેશને સાંભળી, તેમાં પોતાનું ચિત્ત રંગી નાંખી, તેમાં જ તદ્દગત (એકાગ્ર) બની જઈ (દેવયોગે અલ્પ આયુષ્ય હોવાથી) જે મરણ પામે છે તે તે શુભ ભાવથી દેવગતિમાં ઉપજે અને એથી ઊલટું જે અવધિજ્ઞાનથી
૧૧