________________
[ ૧૬૨ ]
શ્રી કપૂરવિજયજી
પારકું બળકટક દેખી પાતે વિપુણા કરીને તેની સંગાતે યુદ્ધ કરે અને તેમાં જ એકાગ્ર બની જાય તે તે ગર્ભમાં જ મરણ પામી, નરક મધ્યે ઉપજી મહાવેદના પામે છે. સુખના અથી સહુ કોઇ જીવ સુખ મેળવવા મથે છે. તેને અમુક વખત સુધી ઊંધે મસ્તકે લટકાઇ રહેવા કઇ લાલચ બતાવવામાં આવે તે પણ તે નાકબૂલ થાય છે, તેમ છતાં મહાઆશ્ચર્યની વાત છે કે દરેક જીવ માતાના ગર્ભમાં પાતપેાતાનાં નિયમિત અવધિ સુધી ઊંધે મસ્તકે એવી રીતે લટકાઇ રહે છે કે જોનારનું હૃદય પત્થર જેવું કઠણ હોય તેમ છતાં પણ તે કરુણાજનક દેખાવ દેખીને મહુધા પીગળી જાય છે.
એવાં અનંત દુ:ખથી પચતાં જીવામાંથી કઇ લઘુકમી જીવને પૂર્વ ભવમાં કરી રાખેલા શુભ અભ્યાસનાં મળથી શુભમતિ ( ધર્મ બુદ્ધિ ) જાગે છે, તેા તેનું શુભ પરિણામ તે ભવિષ્યમાં અનુભવે પણ છે. કેટલાક ગર્ભ વાસી જીવા નરક જેવી ગ ની વેદનાથી સૂચ્છિત જેવી દુર્દશા અનુભવતા ગર્ભમાં જ મરણ પામે છે, કેટલાક જન્મતી વખતની વેદનાવડે મરણ પામે છે અને કેટલાક વળી મહાકÈ ચેાનિદ્વારા જન્મ લે છે, પરંતુ ગર્ભવાસમાં જે જે દુઃખ સહેવાં પડ્યાં છે તે બધાં પાછળથી વિસરી જાય છે, અને દશ્ય વસ્તુના મેહમાં પડી મૂંઝાય છે. તથા રાગદ્વેષની ચીકાશવડે આત્માને મિલન કરી ચાર ગતિરૂપ સંસારમાં રઝળે છે. આ સૉંસારચક્રમાં અનેક વખત જન્મ-મરણ કરતાં અનતી પુણ્યરાશિઓવડે મનુષ્યદેહ, આ ક્ષેત્રમાં ઉત્પત્તિ, ઉત્તમ કુળ-જાતિમાં જન્મ, પાંચ ઇન્દ્રિય પરવડા, નિરોગી કાયા, દીર્ઘ આયુષ્ય, હિતાહિત