________________
લેખ સંગ્રહ
[ ૧૬૩ ] વિચાર, તત્ત્વરુચિ, સદગુરુનો જોગ, ધર્મ ઉપર શ્રદ્ધા વિગેરે ઉત્તમ સામગ્રી સાંપડે છે. તેને જે પ્રમાદ રહિત લાભ લઈ શકાય છે તો તેની સફળતા થાય છે, અને ભવાન્તરમાં વિશિષ્ટ સામગ્રી મેળવી ઉત્તમ જ્ઞાન અને કરણીની સહાયથી અંતે જન્મમરણના ફેર સર્વથા ટાળી અક્ષય-અનંત સુખ સાથે ભેટ કરી શકાય છે. અન્યથા તો કહ્યું છે કે-મદ (Intoxi– cation ), (944 ( Sensual desires ), 5412 ( Worth arrogance etc. ), Great (Idleness ) 24 19:41 ( False gossips) રૂપ પાંચ પ્રબળ પ્રમાદને વશ પડવાથી જીવની ભારે ખુવારી થવા પામે છે. માદક પદાર્થના સેવનથી જીવ પિતાનું ભાન ભૂલી જઈ કર્તવ્યભ્રષ્ટ થઈ જાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત બની જીવ પરવશ થઈ જઈ મરણાંત કષ્ટ પામે છે. કેધાદિક કષાયથી સંતપ્ત થયેલે જીવ સંસારમાં પરિભ્રમણ કરતા કોઈ સ્થળે શાંતિ પામતો નથી.
૧ પ્રકારાન્તરે પ્રમાદના આઠ પ્રકાર પણ કહ્યા છે, તે જાણીને પરિહરવા યોગ્ય છે. ૧ અજ્ઞાન, ૨ સંશય, ૩ મિથ્યાજ્ઞાન, ૪ રાગ, ૫ ષ, ૬ મતિભ્રંશ ૭ ધર્મ વિષે અનાદર, ૮ મનવચન-કાયાના યોગનું દુપ્રણિધાન. આ આઠ પ્રકાર સમજવા.
જ્ઞાનીઓ કહે છે કે ઉગ્ર વિષભક્ષણ કરવું સારું, અગ્નિમાં પ્રવેશ કરવો સારો, શત્રુઓ સાથે વાસ વસવો સારો અને સર્પગંગાતે ક્રીડા કરવી સારી; પણ ધર્મસાધનમાં પ્રમાદ કરો સારો નથી, કેમકે વિષભક્ષણાદિકથી એક વાર મૃત્યુ થાય છે ત્યારે પ્રમાદાચરણથી તો અનંતા જન્મમરણ સંબંધી અપાર દુખ સહન કરવો પડે છે, અરે ! પ્રમાદને વશ પડી જવાથી જ્ઞાની પુરુષોને પણ પાછળથી બહુ સહન કરવું પડે છે.
(પ્રમાદપરિહારકુલકે)