________________
[૧૬]
શ્રી કપૂરવિજયજી નથી; પણ કામાન્ધ જીવ કેઈ અપૂર્વ અંધ છે કે તે દિવસે કે રાત્રે કયારે પણ દેખતે-દેખી શકતો નથી. તે સદા ય અંધ છે.” “૩ાપવાં કથિત થા, નિદ્રામપંચમઃ |
તજ્ઞઃ સંપવાં માળે, ને તેના જસ્થતામ્ ! ”
“ઈન્દ્રિયેના વિષયોને તાબે થઈ મનગમતું કરવું તે આપદા પામવાને ધોરી માર્ગ છે, અને તે જ વિષયોને જીતી આપણા કાબૂમાં રાખવા એ સંપદાને માર્ગ છે. એ બે માર્ગમાંથી તમને ગમે તે માર્ગે જાઓ. તમારે સુખી જ થવું હોય તો ઈન્દ્રિયોને વશ કરવા પૂરતું લક્ષ રાખે અને જે દુ:ખી જ થવું હોય તો તમે તેના ગુલામ થઈ રહો.”
યાદ રાખો કે ઈન્દ્રિયોના વિષયમાં આસકત થયેલાફસી પડેલા સુશીલતા વગરના છે આ ચાર ગતિરૂપ ઘર સંસારમાં રખડી રખડી ખુવાર થયા કરે છે. જેમ પાંખના બળ વગરના પંખી પોતાની પાંખે છેદાઈ જવાથી ભૂમિ ઉપર પડી જઈ દુઃખી થાય છે, તેમ સુશીલતા વગરના જીની પણ દુર્દશા અનેકધા થાય છે–થયા કરે છે. કિપાકના ફળની જેવા વિષયગ ભેગવતાં સુંદર જણાય છે પણ તે પરિણામે પિતાના પ્રિય (દ્રવ્યભાવ) પ્રાણનો નાશ કરનારા નિવડે છે, એમ સમજી સુજ્ઞ જીવોએ એવા દારુણ દુઃખદાયી વિષયભોગથી વિરમવું ઘટે છે. ઈન્દ્રિયરૂપી ચપળ ઘેડાને જે સારી રીતે નિયંત્રિત કરવામાં ન આવે તો તે દુર્ગતિના માર્ગમાં જીવને ખેંચી જાય છે. ભવભીરુ ભવ્યાત્મા તેને જિનવચનરૂપી લગામથી નિયમમાં રાખે છે–રાખી શકે છે. જ્યાં સુધી જરા