________________
[ ૪૪ ]
શ્રી કપૂરવિજયજી ૫ સદાચારનું સેવન નહીં કરવાથી અને દુરાચાર સેવવાથી તથા ઇન્દ્રિયોને પરવશ બની જવાથી મનુષ્ય અધોગતિને પામે છે.
૬ સજનેના મુખમાં દોષ ગુણનું આચરણ કરે છે અને દુર્જનોના મુખમાં ગુણે દેષનું આચરણ કરે છે, તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. જુઓ ! મહામેઘ ખારું (સમુદ્રનું) જળ પીએ છે અને મધુર જળ વર્ષે છે અને ફણિધર-સર્પ દુધપાન કરીને અતિ ઉગ્ર વિષ વમે છે.
૭ મૃત્યુનું શરણ કર્યા વગર સર્પના મણિ ઉપર, કૃપણના ધન ઉપર, સતીના હદય ઉપર, કેસરીસિંહની વ્યાલ ઉપર અને ક્ષત્રીને શરણે આવેલા ઉપર હસ્તપ્રક્ષેપ કઈ કરી શતું નથી.
૮ જે જેના ગુણપ્રકર્ષને જાણતા નથી તે તેને સદા ય નિદે છે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. જુઓ ! ભીલડી મુક્તાફળ (મોતી) તજી દઈને ચણોઠીને ધારણ કરે છે, કેમ કે તેને મોતીની ખરી કિંમત જ નથી.
૯ જિતેન્દ્રિયપણું વિનયનું કારણ છે અર્થાત્ વિનય ગુણની ઉત્પત્તિ જિતેન્દ્રિયપણુથી થાય છે. વિનયથી (અનેક) સગુણ પ્રકાશે છે, અધિક સદ્દગુણી પુરુષ ઉપર લેકે પ્રેમ રાખતા થાય છે અને એવી કપ્રિયતાથી સંપદા પ્રાપ્ત થાય છે; માટે ઈન્દ્રિયજિત થવું જરૂરનું છે.
ઈતિશ.... [ જે ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૪ર ]