________________
લેખ સંગ્રહ
[ ૨૭૭ ] અસર સારી થઈ છે, અને બાળ વિદ્યાથીઓને બહાળે ભાગે શુદ્ધ સ્વદેશી ખાદી જેવા સાદા પોષાકમાં સજજ થયેલા જોઈ બીજા નવજુવાન, આધેડ અને વૃદ્ધવયના ભાઈબહેને ઉપર તેની સારી અસર થવા પામે છે, તેમ છતાં હજુ સુધી ઘણાએક આધેડ અને વૃદ્ધ વયના ભાઈઓ આવી લાભકારી ઉપગી હીલચાલથી તદ્દન અલગ રહેલા જણાય છે.
જ્યારે ભાઈઓની જ સ્થિતિ આવી શોચનીય છે ત્યારે જેમને દેશહિતની કશી રુડી હીલચાલમાં ભાગ લેવાદેવાને અવકાશ જ ઓછો રહે છે તેવી બહેને શુદ્ધ સ્વદેશીનું મહત્વ જલદી શી રીતે સમજીને તેનો આદર કરે ? તે પણ કેટલીએક ઉદાર દિલવાળી વિદુષી બહેનના અથાગ પરિશ્રમથી સારી આશા બાંધી શકાય છે. આવા દેશહિતના કાર્યમાં કંટકની પેઠે વિષ્ણકારક જનના અનિષ્ટ આચરણથી જ સહુને ચેતતા રહેવાની જરૂર છે. તેની મલિન અસર આપણું ઉપર ન થાય તેવી સંભાળ રાખવી જોઈએ અને બની શકે તેટલી ત્વરાથી વિદેશી વસ્ત્રાદિક વસ્તુઓ ઉપરનો મોહ તજી દઈ શુદ્ધ સ્વદેશીને આદર કરતાં થઈ રહેવું જોઈએ અને અન્ય સ્વજનાદિકને પણ વિદેશીનો લાગેલ મેહ તજવા હેતુસર શાન્તિથી સમજાવવા જોઈએ. સંભવ છે કે આમ પદ્ધતિસર કાર્ય કરવાથી વધારે સરલતા થવા પામશે. અને સૈ સહેજે વિદેશીને મેહ તજી સ્વદેશીને આદરશે.
તથા પ્રકારની વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક કેળવણીની ભારે ખામીને લીધે આપણે સમાજમાં ઘણું જડતા-મંદતા પેસી ગઈ છે, તે દૂર કરવા દુરંદેશી વાપરી આપણું હિતસ્વી