________________
[ ૧૨૬ ]
શ્રી કપૂરવિજયજી ૪૦ સગુણ મહાશયને જોઈ-જાણી દિલમાં બહુ રાજી થવું. ૪૧ નેહ બાંધો તો સજજને સંગાતે જ બાંધો. કર કોધાદિક કષાય થઈ જાય તે તેને તરત જ ગાળી
બાળી નાંખવા. ૪૩ પાત્ર પરીક્ષામાં કુશળતા વાપરવી હિતકારી જ છે. ૪૪ આપણાથી બની શકે તેટલાં સત્કાર્ય જ કરવાં. કપ કાપવાદ ન થાય એવાં સારાં કાર્ય વિચારીને કુશળ
તાથી જ કરવાં. ૪૬ સહસાત્કાર નહિ કરતાં જે વિચારપૂર્વક સારા શુભ કામ
કરે છે તે ગુણીજનને અંતે ધારી સંપદા આવી મળે છે. ૪૭ વિપત્તિ વખતે આકુળવ્યાકુળ નહિ થતાં ધીરજ રાખતાં શીખવું. ૪૮ સુખ સાહેબી મળતાં મદ ન લાવતાં ક્ષમા-નમ્રતા-ગંભીરતા
રાખતાં શીખવું. ૪૯ પ્રાણાન્ત સુધી પણ આદરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરે. ૫૦ થોડામાંથી થોડું પણ પાત્રદાન દેવાની ટેવ રાખવી. ૫૧ અંધરાગને તજી ગુણ-ગુણી ઉપર રાગ કરતાં શીખવું. પર પ્રિયવર્ગ સાથે પણ સભ્યતાથી જ બોલવા ચાલવાનું રાખવું. પ૩ કલેશ-કજીયા કે કુસંપને જલદી અંત આવે તેમ કરવું. ૫૪ કુસંગથી સદાય ડરતા રહેવું–આપણું હિત તપાસવું. ૫૫ લધુવયના બાલક પાસેથી પણ હિત ગ્રહણ કરવું. પદ ન્યાયનીતિ-પ્રમાણિક્તાને જ માર્ગ કાયમ પસંદ કરો. ૫૭ ગમે તેવી પ્રાપ્તસ્થિતિમાં સંતોષ ધારીને સમભાવે રહેવું.