SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૧૨૭] ૫૮ ઉત્સાહવૃદ્ધિ થવા માટે સેવકના ગુણ તેની સમક્ષ જ વખાણવા. ૬૦ સ્ત્રીના ગુણ તે પ્રત્યક્ષ કે પરોક્ષ વખાણવાથી તેને તેને મદ આવી જવાનો સંભવ રહે છે તે વાત ખૂબ લક્ષમાં રાખવી. ૧ હિતકારી એવું પણ પ્રિય વચન જ બોલવાની ટેવ પાડવી. દર માતાપિતાદિક વડિલોને, રાજાદિ સ્વામીને, સંઘ સાધ મિકનો તથા આપણા ગુરુજનોને વિનય સદાય સાચવો. ૩ વિનય સર્વ ગુણનું મૂળ છે એ ચોક્કસ ધ્યાનમાં રાખવું. ૬૪ સેવા–ચાકરી કરવી, અંતરને પ્રેમ રાખવો, ગુણ-સ્તુતિ કરવી, અવગુણ ન જેવા અને અવજ્ઞા-આશાતનાથી દૂર રહેવું, એ બધા ય વિનયના જ પ્રકાર જાણીને આદરવા ગ્ય છે. ૬૫ પાત્ર વિશેષ સમજીને જે કંઈ દેવું તે નિજ કલ્યાણાર્થે જ દેવું. દદ વિષ્ટામાંથી પણ રત્ન કાઢી લેવાની પેઠે ગમે ત્યાંથી પણ ગુણ ગ્રહણ કરી લે. ૬૭ સમય-પ્રસ્તાવ પામીને બોલાય તે અમૂલ્ય છે. ૬૮ ખળને બહુ જ મધ્યે મિષ્ટ વચનથી નિવાજવો. ૬૯ સ્વ પર વિશેષ જાણે અને સ્વઉન્નતિમાં આગળ વધો. ૭૦ જાણવાનું ફળ એ જ છે કે ખોટું તજીને ખરું આદરી લેવું. ૭૧ બીજાં મંત્રતંત્રના ભામાં તજી, નવકાર મહામંત્ર ઉપર અચળ શ્રદ્ધા રાખી બની શકે તેટલું તેનું જ સેવન આરાધન કરો. ૭૨ પરઘરે એકલા જવાથી સંકટ આવે, તે ઉપર સુદર્શન શેઠનું ચરિત્ર યાદ કરો. સ્ત્રીઓના ગહન ચરિત્રની અહીં ઝાંખી થઈ શકે છે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy