________________
[ ૨૦૦ ]
શ્રી કપૂરવિજયજી ઉત્તમ વ્રતનું યથાર્થ પાલન કરવાવડે અનાદિથી અવરાયેલી સ્વશ્રદ્ધા જ્ઞાનાદિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી લેવા પૈર્ય અને
ખંતથી અડગ પ્રયત્ન કરવા તદનુકુળ વૃત્તિનું સેવન કરવું તે. પ્ર.–સભાવના કઈ કઈ છે? ઉમૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થતાદિક. પ્રવ-નિર્દોષ દિવ્ય જીવન કોને કહેવું? ઉ–સદ્દભાવના યોગે સ્વહૃદયની વિશુદ્ધિથી સ્વયેગ્યતાનુસાર
સર્વજ્ઞકથિત માર્ગના યથાર્થ પાલનવડે સ્વજીવનની સાર્થકતા
કરવી તે. પ્ર-શત્રુંજય, ગિરનાર પ્રમુખ પવિત્ર તીર્થસ્થળની યાત્રા
કરવા જવાનું પ્રયોજન શું ? ઉ–આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ અનેકવિધ સાંસારિક તાપ
સમાવવા એટલે ખરી શક્તિ મેળવવા માટે. પ્ર–નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રસંપન્ન સંતમહં તેની
સેવા-ભક્તિ કે સમાગમ કરવાનું પ્રયોજન શું? ઉ–જન્મ, જરા, મરણ સંબંધી અનંત દુઃખથી સંતપ્ત આત્માને
તેમાંથી મુક્ત થવાને ખરો માર્ગ એવા નિરાગી–નિઃસ્પૃહીત્યાગી જ્ઞાની પુરુષના સંસર્ગથી જ મળવાને સંભવ હોવાથી અક્ષય સુખના અથી જનો તેવા મહાપુરુષની
સેવા–ભક્તિ ને સમાગમ એકનિષ્ઠાથી કરવા ચાહે છે-કરે છે. પ્ર-સર્વથા રાગદ્વેષ રહિત વિતરાગ દેવની સેવા–ભક્તિ શા
માટે કરવી?