________________
લેખ સંગ્રહ
[ ૨૦૧ ] ઉ૦–અનંત જન્મમરણને આપનારા, આપણામાં જડ ઘાલીને
રહેલા રાગદ્વેષમહાદિક દેને નિર્મૂળ કરવા માટે. પ્રહ–રાગદ્વેષ રહિત વીતરાગવડે અનુગ્રહ કે નિગ્રહ શી રીતે
થઈ શકે? ઉ૦-જે કે વીતરાગ દેવ સાક્ષાત્ અનુગ્રહ કે નિગ્રહ કરતા નથી,
પરંતુ જેમ ચિંતામણિ રત્ન, કામકુંભ, કલ્પવૃક્ષ અને કામધેનુ પ્રમુખની સેવા સફળ થાય છે તેમ વીતરાગ પરમાત્માની સેવા-ભક્તિ પણ ભવ્યાત્માઓને ફાયદાકારક થાય છે અને તેને અનાદર (આશાતનાદિક) કરનાર દુરાત્માઓને હાનિકારક-નુકશાનકારક પણ થાય છે. ચિંતામણિ રત્ન પ્રમુખ જડ-અચેતન છતાં જેમ યથાવિધિ સેવનારને ચિન્તિત ફળ આપે છે અને અગ્નિ પ્રમુખ અવિધિસેવનથી બાળે છે તેમ પ્રભુની ભક્તિ અભક્તિ કરનારને પણ
આડકતરી રીતે અનુક્રમે અનુગ્રહ-નિગ્રહરૂપ થાય જ છે. પ્ર-શત્રુંજયાદિક તીર્થસેવાની સાર્થકતા શી રીતે સમજવી? ઉ–એ પવિત્ર તીર્થનું આલંબન લહી, વિશુદ્ધ લેશ્યા–પરિણા
મથી અનશનાદિકવડે પૂર્વે સિદ્ધિપદને પામેલા તીર્થકરાદિકના અનંત જ્ઞાનાદિક ગુણોનું ચિત્તવન કરીને, તેમજ અત્યારે વિદ્યમાન સંત-મહંતાદિક સાધક મહાશયેની સેવા–ભક્તિ બહુમાનાદિ કરીને આત્મસ્થિરતા-રમતાપ્રાપ્ત કરવી.
ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ ૩૬, પૃ. ૨૭૧. ]