________________
[ ૨૦૨ ]
શ્રી કપૂરવિજયજી લેખન ભાષણ પ્રસંગે હિતકર શૈલીને જ આદર
કરે ઘટે છે. અન્ય ભવ્યાત્માઓને સમજાવતાં–બોધ આપતાં “પ્રતિપાદક શૈલી” જેટલી કારગત ( ઉપયેગી) થાય છે, તેટલી “નિષેધક શૈલી” કારગત થઈ શકતી નથી. “આક્ષેપક શૈલી” તે કઈક વખત અનર્થકારી પણ થાય છે.
આત્માભિમુખ-સાધ્યદષ્ટિ રાખી, ઠંડા મગજથી ચિત્તની સ્વસ્થતા–પ્રસન્નતા જળવાય તેમ લક્ષ રાખી, બંધબેસતી ન્યાય, યુક્તિ ને દલીલો સહિત વિધિમુખથી શાન્તિથી સામાને ઠસે એમ વસ્તુનું પ્રતિપાદન કરવું, તેવી શૈલી પ્રતિપાદન શૈલી લેખી શકાય. દાખલા તરીકે:--
૧ સર્વ જીવોને આપણા આત્મા સમાન લેખવા, કેમ કે સર્વે જીવે જીવિત ઈચ્છે છે, મરણ ઈચ્છતા નથી. તેથી જ નિથ સાધુઓ ઘેર પ્રાણવધ મનથી, વચનથી કે કાયાથી કરતા, કરાવતા કે અનુમોદતા નથી, પરંતુ પોતે ગમે તેટલું કષ્ટ સહન કરી અન્ય જીવોની રક્ષા કરે છે–કરવા પ્રયત્ન કરે છે.
૨ સહુએ પ્રિય, પથ્ય અને તથ્ય જ બોલવું, કેમ કે તથ્ય સત્ય છતાં પણ અપ્રિય-કટુક વચન કેઈને ગમતું નથી અને પ્રિય-મધુર છતાં પરિણામે પથ્ય-હિતરૂપ ન હોય એવું વચન પણ ચાટુ અને અનર્થરૂપ હોવાથી તે સત્ય લેખી શકાય નહિ તેથી જ હિત, મિત અને પ્રિય લાગે એવું સત્ય જ વદવું.
૩ એ જ રીતે ન્યાય-નીતિ પ્રમાણિકતાનું યથાર્થ પાલન કરવું. નિર્મળ મન-વચન-કાયાથી શીલ (બ્રહ્મચર્ય) પાળવું. ક્ષમા