________________
લેખ સંગ્રહ
[ ર૦૩ ] સમતા, મૃદુતા, નમ્રતા, સભ્યતા, જુતા-સરળતા અને ઉત્તમ
તેષાદિક સગુણાનું સદા ય સેવન કરવું, કેમ કે એ જ રીતિનીતિ આત્માને આ લેકમાં તેમજ પલકમાં પ્રયાણ કરતાં હિતરૂપ થાય છે. તેથી પોતાનો વ્યવહાર સરલ ચાલ્યા કરે છે, ચિત્તવૃત્તિ સદા ય સુપ્રસન્ન રહે છે, ચારિત્ર ઉજવેલ અને અનેક ઉત્તમ છેને અનુકરણ કરવા ગ્ય બને છે, જેથી સ્વપરહિતની અભિવૃદ્ધિ થાય છે. આવી પ્રતિપાદક શૈલીથી અન્ય ગ્ય જીવને સમજાવવું સહેલું પડે છે.
બીજી નિષેધક શૈલી પણ અધિકારી પરત્વે ઉપયોગી થાય છે. દાખલા તરીકે કોઈ પણ જીવની હિંસા કરવી નહિ, કેમકે મરવું કોઈને ગમતું નથી, તે જ રીતે જૂઠ-અસત્ય બોલવું નહિ, ચોરી કરવી નહિ, અબ્રહ્મ-મૈથુન સેવવું નહિ, પરિગ્રહની મમતા કરવી નહિ, ક્રોધ-માન-માયા-લભ-રાગ-દ્વેષ-કલહચાડી–આળ-(મિથ્યારપ)–રતિ–અરતિ–પરનિંદા–માયામૃષાવાદ અને મિથ્યાત્વનું સેવન કરવું નહિ, કેમ કે તે બધાં પાપસ્થાનક અઘોર દુ:ખને આપનારાં છે અને જીવને નીચી ગતિમાં ફેંકી દેનારાં છે. બાળજી બહુધા અનુકરણ કરવાની ટેવવાળા હોય છે. દોષવાળું વર્તન તેમના જેવા માં-જાણવામાં ન આવે એમાં જ અધિક હિત હોઈ તેમની પાસે દોષનું નિરૂપણ નહિ કરતાં ગુણનું જ નિરૂપણ કરવું અને ગુણવાળું વર્તન જ આગળ ધરવું અધિક હિતકર છે. આ વાત સઘળા માતપિતાઓ, શિક્ષકો તેમજ બધા વડીલેએ જરૂર લક્ષમાં રાખવા અને આદરવા યોગ્ય છે.
જેમાં ક્રોધાદિક આવેશને વશ થઈ સામાની લાગણી દુભાય, મન ઉશ્કેરાય અને વખતે પ્રાણત્યાગ જેવા પ્રસંગ થાય એવી