________________
લેખ સંગ્રહ
[ પ ] શ્રાવક યંગ્ય દુઃખહરણું કરણનું કંઇક
સવિસ્તર ખ્યાન ૧ ચાર ઘડી જેટલી રાત્રિ શેષ (બાકી) રહી હોય ત્યારે શ્રદ્ધાવંત, વિવેકવંત અને ક્રિયાચિવંત ભાઈ બહેનોએ જાગ્રત થઈને જરૂર જણાય તો શીધ્ર દેહશુદ્ધિ-મળશુદ્ધિ કરીને, સ્વસ્થ ચિત્ત થઈને સાવધાનપણે ભવસમુદ્રને પાર પમાડનાર શ્રી નવકાર મહામંત્રનો જાપ મનમાં ગણશરૂ કરે. અરિહંતાદિકના ઉત્તમ ગુણનું એકાગ્રપણે ચિતવન કરતાં, અત્યંત નમ્રપણે એ ગુણનું અનુમોદન કરતાં એવા જ ઉત્તમ ગુણે આપણા આત્મામાં પ્રગટે એમ લક્ષ પરેવીને ભાવવું.
૨ સ્થિર મન કરીને પોતાના ઈષ્ટ દેવ, ગુરુ અને ધર્મનું સારી રીતે સ્વરૂપ વિચારવું, તેમની સંગાતે પોતાનો કે સંબંધ છે, અથવા હોવો જોઈએ અને તેમનાથી શું પ્રાપ્ત કરવા યોગ્ય છે ? તે કેવી રીતે કેવા સાધન બળથી પ્રાપ્ત કરી શકાય એમ છે? તેમાં કેમ વિલંબ કરાય છે? તેના કયા કયા બાધક કારણ છે ? તે કારણે શી રીતે દૂર કરી શકાય એમ છે ? અને તે માટે કેવા ઉપાય આદરવા શક્ય છે? એ વગેરેનો વિચાર કરવો જોઈએ. વળી પિતાના કુળાચાર અને વ્યવસાય-આજી. વિકાના સાધન સંબંધી પણ વિચાર કરવો જોઈએ. તે પોતાના ઈષ્ટ–હિત સાધવાના માર્ગમાં કેવા અને કેટલા સાધક બાધકસહાય કરનારા અને વિન્ન કરનારા છે તેને પણ ખ્યાલ કરી જ જોઈએ. ગમે તે રીતે પિતાને ઈષ્ટ માર્ગ સરલ કરવા માટે શુભ વિચારબળથી પ્રયત્ન કરવો જોઈએ અને તે માટે જે જે ઉત્તમ ઉપાય આદરવાને શક્ય જણાય તે આદરવા જોઈએ.