________________
[ ૯૬ ]
શ્રી કપૂરવિજયદ
૩. રાગદ્વેષવાળા અથવા અહંતા મમતાવાળા મનના મોડા પિરણામ ઉપશાંત થઇ સમતા-સ્થિરતા ગુણુ પેદા થાય એવા પવિત્ર લક્ષથી ઇષ્ટ સાધ્ય તરફ લઇ જઇ તે સાધ્યને મેળવી આપવાના સાધન તરીકે લેખાતુ સામાયિક પ્રસન્ન ચિત્તથી હું ભવ્યાત્મા ! સદા ય આદરજે, તેમાં પ્રમાદ-શિથિલતા-મ આદર કરીશ નહીં. પણ પ્રમાદ દૂર કરી જેમ સમતારસની વૃદ્ધિ થાય— થવા પામે તેવાં રુડાં આલંબન ગ્રહણ કરજે એવી રુડી વિચારણા તું પ્રમુદિત મને કરજે. રસાયણ જેવી આત્માને ગુણકારી મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થતારૂપી ચાર પવિત્ર ભાવના તું ભાવજે. તે પવિત્ર ભાવનાએ નિજ અંતરમાં પરિણમે એવા અભ્યાસ પાડજે અને પછી અવસર થયે રાત્રિ સમયે જે કંઇ મન, વચન, કાયાથી દૂષણ તે જાતે સેવ્યાં હાય, સેવરાવ્યાં હાય કે સેવનાર પ્રત્યે અનુમેદન આપ્યુ હાય તેની આલેાચના-નિદા પ્રાયશ્ચિત્ત કરવા રૂપ પ્રતિક્રમણ પ્રભાત સમયે અવશ્ય કરજે અને ફ્રી એવાં દૂષણ નહિ સેવવા દૃઢ લક્ષ રાખજે.
૪. વળી તું સદ્ગુરુની પાસે નિજ પાપનું નિ:શલ્યપણે નિવેદન કરી નિજ શુદ્ધિ કરવા યથાશક્તિ વ્રત પચ્ચખાણ કરજે, અને ગુરુમુખે ઉચ્ચરેલાં વ્રત નિયમ રુડી રીતે પાળજે. શુદ્ધ દેવગુરુની હિતશિક્ષા શિર પર ધારજે. તેમની આણા-આજ્ઞાવ ચનને પાળવામાં પ્રમાદ કરીશ નહિ. તેથી તું સુખી થઇશ. વળી તારે નિજ શક્તિ ફારવીને જ્ઞાન-વિદ્યા-અભ્યાસ કરવા, તત્ત્વાર્થ સમજવા, દેવગુરુની ગુણસ્તવના કરવી અને સઝાયધ્યાન કરી પેાતાનેા વખત સાર્થક કરવા, જેથી જન્મમરણના દુ:ખથી છૂટી જવાનુ બને,