________________
લેખ સંગ્રહ
[ ૪ ] પ્રમાણમાં વપરાતું જીવન છે, તેમાં આ અવિવેક રાખવાથી ઘણું ભારે નુકશાન થાય છે, તેનાથી બચવા માટે દરેકે દરેક વ્યક્તિની ચીવટભરેલી ફરજ રહેલી છે. તેમાં જેટલી ગફલત તેટલું નુકશાન વેઠવું જ પડે છે. પાણીની પેઠે ખાવાના પદાર્થોમાં પણ ઘણું સ્થળે ઘણે અવિવેક ચાલતો જણાય છે અને તેના પ્રમાણમાં નુકશાન પણ પારાવાર થવા પામે છે. પોતાના ઘરમાં તેમ જ નાત કે સંઘજમણેમાં ઘણી જ એક છાંટવામાં આવે છે, તેમાં જે નાહક દ્રવ્યને નાશ થાય છે, તેને સરવાળો કરવામાં આવે તે તે ઘણે મોટો થવા પામે, પરંતુ તેમાં કોહાણ શરૂ થતાં જે પારાવાર જીવહિંસા થવા પામે છે, તેને વિચાર કરતાં તે તે ખેદ અને કંપારી જ ઉપજાવે છે. એવું કામ કરવું તે દયાધર્મની વાત કરનારને લગારે છાજતું નથી, એટલું જ નહિ પણ ખરા દયાળુની નજરમાં તે તે શરમાવનારું અને મશ્કરી કરાવનારું જ છે. તેથી સુજ્ઞ ભાઈબહેનોએ ક્યાંય પણ એઠું નહિ છાંટવા ખાસ પ્રતિજ્ઞા કરવી જોઈએ.
ઈતિશમ [ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૨૧૧. ]
સારભૂત તત્ત્વ-ઉપદેશ "चला विभूतिः क्षणभंगि यौवनं, कृतान्तदन्तान्तरवर्ति जीवितं । तथाप्यवज्ञा परलोकसाधने, अहो नृणां विस्मयकारि चेष्टितं ॥" " लोभमूलानि पापानि, रसमूलाश्च व्याधयः । स्नेहमूलानि दुःखानि, त्रीणि त्यक्त्वा सुखीभव।"