________________
[ ૯૨ ]
શ્રી કપૂરવિજયજી રાખવામાં એક અથવા અનેક વાસણે રાખવાનો રિવાજ ચાલે છે, તેમાંથી એક બીજા નાના વાસણવતી પાણી ભરી, તે મોઢે માંડી પીતા જાય છે અને તે વાસણને એઠું મૂકી ચાલતા થાય છે. તેમાં લાગેલી હાંની લાળ અને બચેલું એઠું પાણી વારંવાર પ્રથમના મોટા વાસણમાં પડે છે અને તે બધા પાણીને ભ્રષ્ટ, કહાણવાળું, જીવાકુળ બનાવે છે. તેવાં ભ્રષ્ટ જીવાકુળ પાણી પીવાથી ઘણાએક પીનારના શરીરમાં વિવિધ વ્યાધિઓના મૂળ રોપાય છે અને તે રોગ ધીમે ધીમે વિકરાળ રૂપ ધારી તેને ચેપ બીજાને લગાડે છે અને એ રીતે ઘણા માણસોને તાવ, ખાંસી અને ક્ષયરોગ જેવા રંગે લાગુ પડી જાય છે, જે પછી દૂર કરવા કઠીણ થઈ પડે છે. એ ઉપરાંત અસંખ્યાત સંમૂછિમ જીનો ઘાત થયા કરે છે અને તેમના જે વિષમય કલેવર શરીરમાં જઈ ભયંકર રોગ ઉપજાવે છે તેને ઉપશમાવતા પાપારંભ કરવા પડે છે અને તે બાબત ચોખાઈ રાખનારા બીજા લેકની નજરમાં હલકા પડવું પડે છે. તે કરતાં જે પ્રથમથી જ ચોખ્ખાઈ રાખવામાં આવે, પાણી લેવાનું અને પીવાનું વાસણ જુદું જુદું રાખી પાણી પીધા પછી તેને લૂંછી સાફ કરી લેવામાં આવે, તો એ અનિષ્ટ પરિણામે બનવા પામે નહિ. વળી ભ્રષ્ટ–અપવિત્ર ( એઠાં કરેલાં ) જીવાકુળ જળ રઈ કરવામાં તેમ જ ઉકાળવાના ઉપગમાં લેવામાં આવે અને તેવા ભ્રષ્ટ એઠા જળવડે બનેલી રસોઈ વિગેરે મુનિજનનાં પાત્રમાં આપવામાં આવે છે કે અને કેટલે બધે અવિવેક છે, તે સુજ્ઞ ભાઈબહેનોએ બરાબર વિચારીને તેને જલદી દૂર કરવા નિશ્ચય કરવો અને તેને પાછું વિસરી નહિ જવું. જળ એ ઘણું ઓછું કિંમતી છતાં બહુ જ જરૂરનું અને ઘણા મોટા