________________
લેખ સંગ્રહ
[ ૯૧ ]
અવિવેકથી ખાનપાનની વસ્તુમાં થતા ભ્રષ્ટવાડા અને તેથી થતાં અનિષ્ટ પરિણામ અટકાવવા માટે વિવેકની જરૂર
બહેાળે ભાગે કાઠિયાવાડ ગુજરાતના ઘણાએક સ્થળામાં ખાનપાન સંબંધી આચારવિચારમાં કેટલીએક એવી ગંભીર ખામીએ જોવામાં આવે છે કે જેથી ઘણા અનિષ્ટ પરિણામ આવવા પામે છે. અશુચિ અને કહેલી વસ્તુમાં નજરે ( નરી આંખે ) નહિં દેખી શકાય એવા અસંખ્ય સમૂચ્છિમ જીવે ક્ષણે ક્ષણે ઉપજે છે અને લય પામે છે ( મરે છે), એમ માનનારા ભાઇએ અને મ્હેને પણ ખાનપાન સંબંધી થતા એઠવાડા અટકાવવા જો પૂરતી કાળજી રાખી પ્રયત્ન કરે તેા તેમાં જલદી સુધારો થઇ શકે એવા સંભવ છે, પણ તેવી દરકાર બહુ ઘેાડાને હાય છે. ખાસ આગેવાનેાની તેમ જ દરેક મનુષ્ય વ્યક્તિની ચાખ્ખી ફરજ છે કે પાતાનું તેમ જ પરતુ અહિત થાય તેવું ન કરવું-કરતાં જરૂર અટકાવવું અને અન્યને પણ અહિતથી બચવા જરૂર ચેતાવવુ. દાખલા તરીકે ઘરેાઘર પાણી પીવા માટે ભરી રાખવામાં આવતા ગાળેા એ અત્યારે ઢોરના હવાડા( અવેડા )ની ઉપમાવાળી સ્થિતિ ભાગવે છે, કેમ કે જેમ અવેડામાં ગમે તે દ્વાર મેદું ઘાલી તેમાંનુ પાણી પીતાં પેાતાના મેાંની લાળ પાણીમાં નાંખી તેને અપવિત્ર અને અસંખ્ય જીવાને ઉત્પન્ન થવાનું અને તેમાં જ પાછા લય પામવાનું સ્થાન મનાવે છે, તેમ કોઇ એક ઘર, હાટ કે વખારમાં, નાત કે સંઘજમણમાં સગવડની ખાતર પેાતાના કુટુંબને માટે, મિત્ર કે નાકરને માટે, જ્ઞાતિ કે શ્રીસંઘને માટે પાણી ભરી