________________
[ ૧૯૨ ]
શ્રી કપૂરવિજયજી ( ૯ સંમૂર્ણિમ મનુષ્ય પચંદ્રિય જીવે ૧૪ સ્થાનકે ઉપજે છે, તે સ્થાનકે સારી રીતે સમજીને ધારી રાખવા જેથી તે છની ઉત્પત્તિ ને વિરાધના અટકાવી શકાય.
૧. પેશાબની ખાળો વિગેરેની સ્થિતિ સંમૂર્ણિમ જ ન ઉપજે તેવી રાખવી. એઠવાડ રાખી મૂકો નહિં. જનાવરને પાઈ દે. જ્યાં ત્યાં થુંક, બળ નાકનું લીંટ વિગેરે ન નાંખતાં રક્ષા–રાખ કે ધૂળમાં નાંખવું, અથવા તેના વડે તરત જ ઢાંકી દેવું કે જેથી તેમાં પડીને કે ચૂંટીને બીજા જીવોનો વિનાશ ન થાય. ઉલટી થઈ હોય તે તે તરત રક્ષાવડે ઢાંકી દેવી. ( ૧૧ ઘરમાં સર્વત્ર જેમ બને તેમ સ્વચ્છતા વધારે રાખવી,
જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ થતી નથી.
૧૨ વાસી અન્ન ખાવાની કે રાખી મૂકવાની અને બાળકોને ખવરાવવાની ટેવ પાડવી–પડાવવી નહિં.
૧૩ બેળ અથાણું ખાવું નહિ અને કરવું પણ નહિં.
૧૪ ઊના ર્યા સિવાયના દૂધ, દહીં કે છાશની સાથે દ્વિદળ-કઠોળ પદાર્થ ખાવ નહિ અને ઘરમાં તેવું સાધન જ જોડવું નહિં.
૧૫ કંદમૂળનું શાક પોતે ખાવું નહિં તેમ રાંધવું પણ નહિં. ભણીગણને પ્રવીણ થયેલ સ્ત્રીઓએ તેમજ શ્રીમંતવર્ગની સ્ત્રીઓએ આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવી. ઘરમાં કામકાજ કરનારા નોકરે હોય તે પણ જીવદયાને લગતા ઉપરના કામ ઉપર તે પોતે જ ખાસ ધ્યાન આપવું.