________________
લેખ સંગ્રહ
[ ૧૯૧ ] જીવદયા નિમિત્તે સ્ત્રીવર્ગને હિતશિક્ષા. ૧ પ્રભાતમાં ઊડીને પ્રથમ પુંજણીવડે ચૂલે, પાણીયારું, ઘટી, બારણ, પાણીના ઠામેની ઉતરેડ વિગેરે પુજવું, પછી બીજું કામ કરવું. - ૨ સાવરણ કમળ રાખવી અને તેના વડે પણ ઝાપટ દેતાં બહુ જ વિચાર રાખો. પ્રથમ નજરે જોયા પછી ઝાપટ દેવી.
૩ પાણી ગળવામાં પૂરી ચતુરાઈ વાપરવી, ઉતાવળ કરવી નહિં, સંખારો ટુંપાવા દે નહિં, સંખારાવાળું વસ્ત્ર બરાબર સાફ કરી તે પાણી જળાશયમાં નંખાવવું, સંખારો સુકવો નહિં.
૪ વાસણ, લાકડાં, છાણાં તમામ નજરે જોઈ પુંજીને વાપરવા,
પ ઘી, તેલ, દૂધ, છાશ વગેરે પ્રવાહી પદાર્થ બધાં ગળીને વાપરવા. દરેક ચીજની ગળણી જુદી જુદી રાખવી. આટો ચાળીને જ વાપરો. પ્રથમ ચાળેલું હોય છતાં વાપરતી વખતે અવશ્ય ચાળવો.
૬ ધાન્ય જીવાકુળ આવ્યું હોય તે તરતજ દુરસ્ત કરવું, તેમાંથી નીકળેલા જીવોની યતના કરવી, ધાન્ય મળેલ આવ્યું હોય તો તે પાછું જ મેકલવું, વાપરવું નહિં.
૭ ખાટલા, ગોદડાં, ગાદલામાં માંકડ વિગેરે જોઈ દૂર કરીને પછી તડકે નાંખવાં, એમ ને એમ નાંખવાં નહિં.
૮ ખાટલા તડકામાં ધકે લઈને ખંખેરવા નહિં, શીળે છાયાએ ખંખેરવા.