________________
[ ૧૯૦ ]
શ્રી કરવિજયજી હિતકર જ છે, કેમકે તે રસ્તે આદરનાર ગમે તે ભાઈ બહેનો સુખી ને સગુણી થઈ શકે છે. બીજાને સુખી કે સદગુણી દેખી કે જાણે આપણા દિલમાં રાજી-ખુશી થઈ તેવા થવા પ્રયત્ન કરે એટલે જે સન્માર્ગે ચાલવાથી અને જેવી કાળજી રાખવાથી બીજા સુખી કે સદગુણી થયા હોય તે માગે બરાબર ખંત રાખી પ્રમાદ રહિત ચાલવા ચકવું નહિ તેનું નામ સ્પર્ધા કહેવાય. એ આપણે સહુએ આદરવા યોગ્ય બહુ સારો ગુણ છે. એ સગુણથી બીજા અનેક સદગુણે સાંપડે છે. આપણામાંથી આળસાદિક પ્રમાદ દૂર થાય છે. ચંચળતા–ર્તિજાગૃતિ વિશેષ આવતી જાય છે. કામ વખતસર અને સારું કરવા અધિક લક્ષ રહે છે, એથી કામ સારું, નિયમિત અને સંતોષ ઉપજે એટલા પ્રમાણમાં બને છે. વળી આપણું મન, વચન અને કાયા સારા ઉગમાં નિયમિત સારી રીતે જોડાયા રહેવાથી નબળા વિચાર, વાણી કે આચારને અવકાશ જ મળતો નથી. વળી આપણે રડે દાખલ જોઈ તેનું અનુકરણ કરી કઈક બાળજી સુધરી જાય છે, સારા માર્ગે લાગી જાય છે, સુખી સદગુણ બની જાય છે એ કંઇ જેવો તેવો લાભ નથી; તેથી ખરેખર સુખના અથી જનેએ સ્વપરને હિતરૂપ થાય એવા
સ્પર્ધા ગુણનો આદર કરે ઉચિત છે અને જે સ્વપરને હાનિકારક થઈ, દુઃખ અને દુર્ગતિકારક બની, પિતાની પાયમાલી જ કરે છે–તે ઈર્ષ્યા–અદેખાઈરૂપ મોટો અવગુણ અવશ્ય તજવા ગ્ય છે.
ઈતિશમ. [જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૩૮.]