SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૧૮૯ ] સારું જોઈ આપણે રાજી-ખુશી થવું જોઈએ-મનમાં પ્રમોદ લાવવો જોઈએ. તેને બદલે ઊલટું મનમાં બેદાવું, તેનું અનિષ્ટ ચિન્તવવું, તેવું જ બડબડવું અને તેવું જ તેનું અનિષ્ટ કરવા ઘાટ ઘડે, એ શાણા, ચતુર, દીર્ધદશી, નીતિમાન કે પુરુષાર્થ વતનું કામ નથી; પણ મુગ્ધ, ટૂંકી બુદ્ધિવાળા, સ્વથધ, પુરુષાર્થહીનનું જ કામ છે. સહુનું હિત ચિન્તવન કરવું એ જ ઉત્તમ સગુણીનું લક્ષણ છે, તેને બદલે બીજાનું ભલું જોઈ-જાણી મનમાં બળતરા કરવી એ તે નીચ-નાદાનનું કામ છે. વળી એથી કશો લાભ-ફાયદો થતો જ નથી અને નુકશાન–અવગુણ પારાવાર થાય છે. ઈર્ષ્યા કે અદેખાઈ કરવાથી આપણે દુઃખી થઈએ છીએ. આપણામાં એથી ઝેર–વેર વ્યાપી જાય છે, અને આપણું સ્વાધીન સુખ પણ આપણે ગુમાવી બેસીએ છીએ. આ અવળો (નીચ) વ્યાપાર કરતાં આપણું જ અધિક અહિત થાય છે, તેથી આપણે એ દુષ્ટ કામથી અવશ્ય વિરમવું જોઈએ વળી જેથી આપણું પણ હિત જ થાય અને સામા સુખી કે સગુણીના માર્ગમાં પણ કશી હરકત ઊભી ન થાય તેવું વર્તન કરવું જોઈએ અને કદાચ કઈ મુગ્ધજન તરફથી તેવી કોઈ હરકત ઊભી કરવામાં આવી હોય તો તેને દૂર કરી દેવા બનતે પ્રયત્ન કરવામાં જ આપણું લક્ષ પરોવવું જોઈએ. આપણે સુખી કે સદ્ગણી થવું જ હોય તે આપણી દશા સુધારવા સદ્ગુણસંપન્ન પુરુષોને જોઈ રાજી થવું અને તેવા સુખી અને સદગુણી બનવા પ્રયત્ન કરે જ એ જ ઉચિત છે. આ રીતે સુખી અને સદ્ગુણી બનવાને સરલ રસ્તો લે. આપણને તે હિતકર છે જ; પણ જે કંઈ સુજ્ઞ ભાઈબહેને આપણે દાખલો લઈ એ સરલ રસ્તે આદરે તેમને પણ એ
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy