________________
[ ૨૮]
શ્રી કપૂરવિજયજી દયા-અનુકંપાને ગુણ આપણામાં જેમ બને તેમ વધારે ખીલવવાની જરૂર છે. વળી તે દયા-અનુકંપા પણ ડહાપણભરી હોવી જોઈએ. તે ગુણ આપણામાં જેટલે અંશે ખીલતે જશે તેટલે અંશે આપણે પવિત્ર ધર્મના અધિકારી બની શકશું કેમ કે દયા જ ધર્મનું મૂળ છે, તેમ જ સત્ય, પ્રમાણિકતા, બ્રહ્મચર્ય, સુશીલતા અને મૂર્છા–મમતારહિતપણારૂપ અસંગતાદિક વ્રત માત્ર તે દયા અથવા અહિંસાની રક્ષા માટે જ છે.
સર્વ જીવો જીવિત ઈચ્છે છે, કઈ મરણ ઈછતા નથી; અને જેવી સુખ દુઃખની લાગણું આપણને થાય છે તેવી જ અન્યને પણ થાય છે જ તો પછી કઈ પણ જીવને પ્રતિકૂળતાપીડા ઉપજે તેવાં આચરણ નહિ કરતાં તેમને સુખ-સમાધિ ઉપજે એવા જ આચરણ કરવાં જોઈએ.
સુખનાં અથી જનોએ કોઈ જીવને કદાપિ પ્રતિકૂળતા ઉપજાવવી નહિ. “સર્વે સુખી થાઓ ! સવે રોગ રહિત થાઓ! સર્વે મંગળમાળા પામે! કઈ પાપાચરણ નહિ કરે ! આખી દુનિયામાં સુખ-શાન્તિ પ્રસરે ! જીવમાત્ર એક બીજાનું હિત કરવા તત્પર થાઓ ! દોષ માત્ર દૂર થાઓ અને સર્વત્ર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાઓ !” આવી ઉદાર મૈત્રી ભાવના આપણા દરેકના દિલમાં દઢ થવી જોઈએ. દુઃખી જીવનમાં પ્રગટ દુ:ખ દૂર કરવા ઉદાર દિલથી બનતી મદદ કરવા ઉપરાંત તેઓ કાયમને માટે દુઃખમુક્ત થાય એવા બુદ્ધિગમ્ય ઉપાય બતાવવા. સુખી તેમજ સગુણી જનોને દેખી દિલમાં પ્રમુદિત થવું અને ગમે તેવા કઠેર કર્મ કરનાર ઉપર પણ દ્વેષ નહિ કરતાં તે સુધરી ઠેકાણે આવી