________________
લેખ સંગ્રહ
[ ૭૧ ] છે, તેને તેણે ધીમે ધીમે પણ મક્કમપણે ઉપયોગ કરી જ જોઈએ. જો તેમ કરવામાં આવે તો એક જ આત્મ-વ્યક્તિ પિતાનામાં છુપી રહેલી અનંતશક્તિને પ્રબલ પુરુષાર્થ વડે પ્રગટ કરીને આખા જગતમાં સુખશાન્તિ પાથરી શકે છે અને છેવટે પોતે પરમશાંતિમાં જ વિરમે છે–પરમશાન્તિરૂપ–મોક્ષ પામે છે. સઘળા તીર્થકરે એ જ પ્રમાણે જગતનું અનંત હિત કરી અનંત સુખમાં ઠરે છે. એ પરમાત્માઓને અણમોલ ઉપદેશ વારંવાર સાંભળનારા વીર-સંતાનોને ઉચિત છે કે તેમણે પોતાનાં પ્રત્યેક આત્મામાં છુપી રહેલી સાચી શક્તિની યથાર્થ સમજ મેળવી, તેમાં સંપૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ રાખી તેને આવિષ્કાર કરવા, તીર્થંકરદેવે આચરેલા અને બતાવેલા એવા ખરા માર્ગને યથાર્થ અનુસરવા પ્રબળ પુરુષાર્થ ફેરવવો જોઈએ, પણ એથી વિપરીત દિશામાં અયથાર્થ માગે ગમન કરવું જોઈએ નહિ. શાશ્વત સુખ-મેક્ષ મેળવવાને એ જ અંકિત માર્ગ છે.
રાગ-દ્વેષ-કષાય અને મેહને સંપૂર્ણ પરાજય કરવાથી અને સંપૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ અને વિય–શક્તિને પ્રગટ કરવાથી જ જિન–અરિહંત-વીતરાગ-પરમાત્મસ્વરૂપ યાવત્ તીર્થકર પદવી પણ પ્રાપ્ત થઈ શકે છે, તો પછી બીજી પ્રાસંગિક સંપદાઓનું તો કહેવું જ શું? સમ્યજ્ઞાનના પ્રકાશવડે આપણું અનાદિ ભૂલે અને અંતરાયે સ્પષ્ટ સમજાય છે, તેમ જ આપણું સત્તામાં છુપી રહેલી અનંત ગુણસંપદા પણ સમજાય છે. સમ્યગ દશનશ્રદ્ધાનરૂપ આરસીવડે તે તે વસ્તુનું બરાબર પ્રતિબિબ નિજ આત્મામાં પડવાથી આપણો વિશ્વાસ દઢ થવા પામે છે અને તે તે ભૂલોને સુધારવા અને ગુણોને આદરવા માટે આપણામાં જે અપૂર્વબળ–ચંતન્ય-શક્તિ આવે છે તે ચારિત્ર કહેવાય છે.