________________
[ ૭૦ ]
શ્રી કર્ખરવિજયજી જો આપણાં મન, વચન અને કાયાને પવિત્ર રાખવા-મલિન નહિ થવા દેવા માટે પૂરતું લક્ષ રાખવામાં આવશે તો પ્રથમ આપણામાં જ જે સુસંપ Harmony સ્થાપવાની અત્યંત આવશ્યકતા રહેલી છે તે સિદ્ધ થઈ શકશે અને જે તેમ કરશું તો જ આપણે આપણા પવિત્ર આચાર, વાણી અને વિચારના બળવડે અન્ય યોગ્ય જીવોને સન્માર્ગદર્શક પણ બની શકશું, અને “આપ સમાન બળ નહિ” એ કહેવતને સાચી પાડી શકશું. જુઓ ! એક વણા(તંત્રી)ના પણ ત્રણ તાર જે એક રાગી હોય તો જ તે સુર આખી સમાજના જનને રીઝવી શકે છે, પણ જે તેમને એકાદ તાર તૂટી ગયે હાયઅસ્તવ્યસ્ત થઈ ગયા હોય તો તે તંત્રી બેદી-નકામી- બેતાલ બની જઈ કોઈને આનંદ આપી શકતી નથી. તે મુજબ કઈ પણ માનવ વ્યક્તિ જે પોતાના મન, વચન, કાયાને કાબૂમાં રાખી તેનો સદુપયોગ કરે તો તે સ્વ પર અનેકનું હિત સાધી શકે છે, પરંતુ જો તેને સ્વેચ્છાથી મેકળા મૂકી દઈ, તેને ગેરઉપયોગ અથવા દુરુપયોગ જ કરે તો તેથી સ્વપર અનેકનું હિત થવાને બદલે અહિત જ થવા પામે છે.
આપણે ઉપરના એક જ દષ્ટાન્તથી જોઈ શક્યા કે માનવ જાતિનું તો શું પણ જગતમાત્રનું હિત સાધવા માટે વિચાર, વાણું અને આચારની પવિત્રતા સાચવી રાખવાની તેમ જ તેની કોઈ રીતે મલિનતા થવા દીધા વગર પવિત્રતા વધારતા જવાની અનિવાર્ય જરૂર છે. પ્રત્યેક આત્મામાં પવિત્રતા પેદા કરવાની અને થયેલી પવિત્રતા કોઈપણ પ્રકારની મલિનતાથી બગડવા ન દેતાં સાચવી રાખી વધારવાની છુપી શક્તિ રહેલી