________________
લેખ સંગ્રહ
[ ૬૯ ] બનાવી લે છે. અને બીજા બાળ–અજ્ઞ દેખે તેવું શીખે, એટલે એક બીજાનું સ્વાર્થભર્યું આચરણ જેઈને પોતપોતાના કપિત સ્વાર્થ સાધવામાં જ દરેકની તૈયારી થવા પામે છે.
પૂર્વ પુન્યાગે કે પ્રભુની કૃપાથી આ દુર્લભ મનુષ્ય ભવાદિક શુભ સામગ્રી પામી, તેની સાર્થકતા કરી લેવા માટે સહ સંગાતે મિત્રતા, દુઃખી પ્રત્યે કરુણા, સદગુણ પ્રત્યે પ્રદ અને અત્યંત નિર્દય પરિણામી પ્રત્યે અદ્વેષપણુ-ઉદાસીનતા રાખવાની આપણું પવિત્ર ફરજ છે. અપરાધી જીવનું પણ અણહિત કરવાની બુદ્ધિ જોઈએ નહિ. બની શકે ત્યાં સુધી ભલું જ કરવાની ઈચ્છા રાખવી જોઈએ. આપણાં કરતાં વ્યવહારિક રીતે ઉતરતા દરજજાના હોય તેમના તરફ બને તેટલી દયા-દિલસોજી અનુકંપા દાખવવા તત્પર થવું જોઈએ. બીલકુલ લાચાર સ્થિતિવાળાને કઈ રીતે ઉદ્ધાર કરવા તનતોડ મહેનત કરુણાદ્ધ દિલે કરવી જોઈએ અને સુખી કે સદગુણને દેખી દિલમાં પુષ્કળ પ્રમેદ લાવવો જોઈએ. કમકમાટી ઉપજાવે એવા પણ દારુણ પાપકર્મ કરનાર ઉપર એકાએક ખીજવાઈ જવાને બદલે તેમને સારા માર્ગે લાવવા કઈ પણ માર્ગ સૂઝે તે તે અજમાવી જેવો અને તેમ કરીને રદ થઈ જતી તેમની જિંદગીને સુધારવા બનતા પ્રયત્ન કરી જોવા લક્ષ રાખવું જોઈએ. તેમાં કોઈ ઉપાય ચાલી ન શકે તો છેવટે તેમના ઉપર નકામો છેષ નહિ લાવતાં ઉદાસીન ભાવ રાખી અગત્યની બીજી ફરજો બજાવવી જોઈએ. મતલબ આપણા વિચાર, વાણી અને આચાર પવિત્ર જ રાખવા, તેમાં મલિનતા ન આવે એ પ્રયત્ન ચીવટથી કરે જોઈએ.