________________
[ ૨૯૮ ]
શ્રી કપૂરવિજયજી વાડ આઠમી ) (૮) ક્ષુધા શાન્ત થાય એથી અધિક આહાર (લુખ હોય તે પણ) બ્રહ્મવ્રતધારીએ લે નહિ.
હેતુ–અતિમાત્રાએ એટલે જરૂર કરતાં વધારે આહાર આરોગવાથી ઊંઘ બહુ આવે છે, આળસ વધે છે અને શરીર ભારે થઈ જાય છે, જેથી સંયમધર્મની આરાધના થઈ શકતી નથી, એટલું જ નહિ પણ સ્વમમાં શીલની વિરાધના પણ થઈ જાય છે, તેથી સંયમની ચા શીલની રક્ષા કરવા ઈચ્છતા ભાઈબહેનેએ આ વાડ પાળવાની બહુ જરૂર છે. જેમ એક શેરના ભાજન–વાસણમાં દેઢ શેર ખીચડી એરીને ઉપર ઢાંકણું દેવામાં આવે તે એ ભાજન ભાંગે-તૂટે-ફૂટે અને અંદરની ખીચડી પણ વેરાઈ જાય, એ રીતે અતિમાત્રાએ એટલે પ્રમાણ ઉપરાંત જમવાથી વ્રતમાં ઘણે બગાડ થાય છે, એથી જ નિર્વાહ પૂરતું પરિમિત ભેજન કરવું કહ્યું છે.
“વાડ નવમી ” (૯) બ્રહ્મવ્રતધારીએ શરીરની વિભૂષા (શ્રેગારવડે શોભા ) કરવી નહિ.
હેતુ–સ્નાન, વિલેપન, સુગંધ વાસ-ચૂર્ણ, ઘણાં જ ઉત્તમ ( ભારે-કિમતી ) વસ્ત્ર, તેલ, તંબોલ તથા ઉદ્દભટ–અણછાજતે વેષ એ સર્વ કામદીપક પદાર્થો સેવવાથી પિતાના અમૂલ્ય શીલરત્નને ઘાત થાય છે. જેમ કેઈ અણજાણ માણસ પિતાની બેદરકારીથી, પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને ખાઈ બેસે છે તેમ પવિત્ર શીલરત્નની રક્ષા કરવા જ્ઞાની પુરુષોએ