________________
[ ર૭૨ ]
શ્રી કપૂરવિજયજી પુદગળ રૂપી અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાદિક અરૂપી જાણવા. જીવાજીવ બે તત્ત્વ ઉપરાંત પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મેક્ષ, એ સાત અવાંતર તો છે. તેમાંથી જે પ્રત્યેક આત્માને સંસારમાં જકડી રાખે છે તે પાપાદિક તત્ત્વ તજવા લાયક છે અને જે સંવરાદિક તત્વ ભવ્યાત્માઓને સંસારબંધનથી મુક્ત કરી શકે છે, તે અવશ્ય આદરવા લાયક છે.
વળી દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્વે સમજવા લાયક છે. રાગ, દ્વેષ અને મહાદિક દુષ્ટ દેષ માત્ર જેમના સર્વથા નષ્ટ થયા હોય તે સર્વજ્ઞ–વીતરાગ-પરમાત્માદેવાધિદેવ જાણવા. અહિંસાદિક મહાવ્રતોને પ્રમાદ રહિત પાળનારા અને સદાચારને પ્રકાશ કરી ભવ્યાત્માઓને તેમાં સ્થાપનારા નિર્ચથ-સાધુ જનને સુગુરુ જાણવા તથા સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ અથવા દાન, શીલ, તપ, ભાવ૫ અથવા સાધુ કે ગૃહસ્થ એગ્ય વ્યવહારવડે જે અનંત જ્ઞાનાદિક નિશ્ચય-ધર્મ પામી શકાય તે સર્વજ્ઞ–સર્વદશી કથિત ધર્મ હોવાથી કલ્યાણકારી જાણે પ્રમાદ રહિત આદરવા યોગ્ય છે.
જયા-દશ દષ્ટાતે દુર્લભ મનુષ્યભવાદિ સુસામગ્રી પામ્યાનું શું ફળ છે? શું કરવાથી એની સાર્થકતા-સફળતા થઈ શકે છે?
વિજયા–સ્વબુદ્ધિબળથી હિતાહિતને નિશ્ચય કરી લહીને યથાશક્તિ-શક્તિને પવ્યા વગર ત્રત-નિયમ આદરવા અને તે વ્રત-નિયમાદિકને પ્રમાદ રહિત સાવધાનતાથી પાળવાં, એ આ અમૂલ્ય માનવ ભવાદિક દુર્લભ સામગ્રી પામ્યાનું ફળ છે.