SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૨૭૧ ] જયા અને વિજ્યા એ બે બહેને વચ્ચે થયેલ તત્ત્વવિચારણું વિષયે સંવાદ જયા—આપણામાં અન્ય પ્રાણીઓ કરતાં અધિક બુદ્ધિબળ છે તેનું ફળ શું ? વિજયા–તત્વને વિચાર કરે, ખરું-ખોટું, હિતઅહિત, કર્તવ્યાકર્તવ્ય, ગુણદોષ, લાભાલાભ, ભક્ષ્યાભઢ્ય, પેયાપેય ને ગમ્યાગમને બરાબર સમજી, ખરું હિતકારી કર્તવ્ય આદરવું ને એથી ઊલટું હોય તે તજવા મનમાં નકકી કરવું અને એ જ પ્રમાણે દઢતાથી વર્તવાનો સફળ પ્રયત્ન સેવ એ જ બુદ્ધિ પામ્યાનું ઉત્તમ ફળ લેખાય છે. જયા–તત્વ સંબંધી જરા પષ્ટતાથી ખુલાસો કરો તો સારું. વિજયા-તાવ એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ. મૂળ તો જગમાં જીવ અને અજીવ એ બે વસ્તુઓ જ છે. તેમાં દ્રવ્યભાવપ્રાણથી જે જીવે તે જીવ, ઈન્દ્રિયાદિક દશ બાહ્યપ્રાણ તે દ્રવ્યપ્રાણ અને જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક અંતરમાણ તે ભાવપ્રાણુ, સંસારી અને સિદ્ધ એમ મુખ્ય બે પ્રકારના જ છે. ચાર ગતિના છ સંસારી કહેવાય છે, અને તેમાંથી તદ્દન છૂટા થયેલા હોય તે સિદ્ધ કે મુક્ત કહેવાય છે. સંસારી જીવોને દ્રવ્યભાવપ્રાણ સ્વસ્વ ક્ષપશમાદિ અનુસારે હોય છે ત્યારે સિદ્ધ-મુક્ત છે માત્ર અનંત જ્ઞાનદર્શનાદિ ભાવપ્રાણવાળા એક સરખાં જ હોય છે, એ જ એમનું લક્ષણ છે. એથી ઊલટું લક્ષણ જડ અજીવનું છે. અજીવ પણ રૂપી અને અરૂપી એમ બે પ્રકારના હોય છે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy