________________
[ ૨૭૦ ]
શ્રી કરવિજયજી પ્રવર્તી રહે છે, તે સદ્દભાગી કુટુંબને પુણ્ય, યશ સર્વત્ર પ્રસરે છે અને તે સર્વતઃ સુખી થાય છે.
જે સભાગી શિષ્ય સુગુરુની હિતશિક્ષાને લક્ષપૂર્વક આદરી તપસંયમને ખરે માર્ગ સેવે છે, તે સુયશ સાથે સર્વત્ર સુખસંપદા પામે છે; પણ જે ઉલૂંઠ પણે સુગુરુવચન–અંકુશને અવગણી, મદાધ સ્વેચ્છાચારે ફરતા રહી, રુડા તપ સંયમ આચારથી ભ્રષ્ટ થઈ જાય છે તેમના ખરેખર આખરે ભંડા હાલ જ થાય છે. તેવા કુશિષ્યોને જે મેહવશ ગુરુ પંપાળે છે, તો તેઓ પણ પાપની પુષ્ટિ કરી દુર્ગતિના જ ભાગી બને છે. સુનીતિરીતિથી પ્રજાનું રક્ષણ–પાલન કરી તેને સમૃદ્ધ બનાવી પ્રજાના મનને રંજિત કરનારો ખરો રાજા લેખાય છે. એવા સુગ્ય રાજાના શાસનને માન આપી વફાદાર રહેનારી પ્રજાજ ખરી ઉન્નતિ સાધી સુખી થઈ શકે છે. તે જે મોજશોખમાં પડી નિરંકુશપણે પાપ-અનીતિ આદરે છે અને એવાં પાપવ્યસનથી પ્રેરાઈ રાજા પ્રજાને બચાવવા કશું કરતો નથી, તે રાજા પ્રજા બની બૂરી દશા થાય છે. જે ધર્મગુરુ અન્યને ધર્મબોધ આપી તેને ખરે માર્ગે દોરવામાં પ્રમાદ કરે તો તે પણુ પાપભાગી થવા પામે છે.
ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૬૪]
-