________________
લેખ સંગ્રહ,
[ ૨૭૩ ]
જયા-વ્રત-નિયમરૂપી ચારિત્રના પાયે શી રીતે નાખવે
જોઇએ
વિજયા—ન્યાય, નીતિ ને પ્રમાણિકતાથી નિર્દોષ પ્રાય વ્યવસાયવડે આજીવિકા ચલાવવી, વિનય ને વિવેકભર્યા વર્તનથી કુટુબ પાલન કરવું. કામ, ક્રોધ, મોહ, મદ, હર્ષ અને અહુકાર એ છ શત્રુને દાબવા ઇત્યાદિ ઇત્યાદિ માર્ગાનુસારીપણાના પાંત્રીશ લક્ષણા ગુણા, તથા ગ ંભીરતા, કૃતજ્ઞતા, કાર્યદક્ષતા ( ચકારતા ) અને પરોપકારરસિકતાદિક ધર્મપ્રાપ્તિ માટે જરૂરના એકવીશ ગુણા મેળવવા ભારે કાળજી રાખવી. અપરાધીનું પણ અહિત કરવા મન ન થાય, ગમે એવા સાંસારિક સુખથી વિરક્ત રહી મોક્ષ ભણી જ સ્થિર લક્ષ બંધાય, ઇત્યાદિ લક્ષણવાળુ સકિત રત્ન સાચવટથી મેળવી ભારે કાળજીથી તેનુ રક્ષણ કરવામાં આવે, એ રીતે ખરા પાયે નાંખવા અને તેના ઉપર સાધુ કે ગૃહસ્થ ( શ્રાવક ) યોગ્ય તરૂપ ઇમારત ચણુવી ઘટે.
જયા—એ હેતુ પાર પાડવા કેવી રીતે શરૂઆત કરવી જોઇએ? વિજયા—શુદ્ધ દેવ, ગુરુ, ધર્માંનુ ખરું' આદર્શ જીવન નજર સમીપ આગળ રાખી, તેવા થવા માટે તુચ્છ વિષયવાસના તજી, સાત પ્રકારની શુદ્ધિ સાચવીને તેમની સેવા-ઉપાસના પૂર્ણ પ્રેમભક્તિથી કરવા કાયમને માટે લક્ષ રાખવુ.
જયા——એ સાત પ્રકારની શુદ્ધિની કંઇક સમજ કૃપા કરીને આપી કૃતાર્થ કરા.
વિજયા—૧ શરીરશુદ્ધિ, ૨ વસ્ત્રશુદ્ધિ, ૩ ચિત્તશુદ્ધિ, ૪
૧૮