________________
લેખ સંગ્રહ
[ ૧૦૩ ] વિવેકાચરણ તત્ત્વજ્ઞાન પામવાને અને તેને સફળ કરી લેવાને ચાખે
અને સરળ ઉપાય. " श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् ।। आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरत् ॥”
श्रीमान् हरिभद्रसूरिकृत लोकतत्त्वनिर्णये ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા ઉક્ત સમર્થ પુરુષ પોતાના બહાળા શાસ્ત્રાભ્યાસ અને સ્વાનુભવથી ભવ્ય પ્રાણીઓના હિત માટે, શ્રેય માટે, કલ્યાણ માટે, શાસ્ત્રની આદિમાં જ ભાર દઈને ભલી રીતે બોધરૂપે જણાવે છે કે
અહો સુખાથી જનો ! જે તમને ખરું સુખ મેળવવાની અને દુઃખ માત્રને તિલાંજલી દેવાની ખરેખરી ઈચ્છા થતી જ હોય તો અહિંસાદિ ઉત્તમ ધર્મની ધરાને ધેરીની પેરે વૈર્યથી ધારણ કરી રહેનારા કોઈ નિ:સ્પૃહી જ્ઞાની ગુરુની શુદ્ધ નિષ્ઠાથી સેવા-ભક્તિ-વિનય–બહુમાન સાચવી, તેમની પાસે સત્શાસ્ત્રરહસ્ય-રુચિપૂર્વક શ્રવણ કરો અને તેનું સારી રીતે મનન કરી તેનું ઉત્તમ રહસ્ય તમારા કોઠામાં સારી રીતે જમા અને છેવટે તે મુજબ આચરવા પ્રયત્ન કરો. સ્વાનુભવથી જે કંઈ તમને પોતાને દુઃખરૂપ સમજાય તે અન્યને દુઃખરૂપ થાય જ. તેથી તેમ નહિ કરવા કાયમ લક્ષ રાખતા રહો, કેમ કે જેવા આપણે તેવા સહ. જુઓ ! “જગતમાં સહુ કોઈ જીવિત વાંચ્યું છે. કોઈ મરણ વાછતા નથી.” તો પછી કોઈનું ખારું જીવિત હરી કેમ લેવાય? એટલું જ નહિ પણ સહુને નિજ આત્મ સમાન જ લેખવા, સહુનું ભલું જ ચાહવું, ભલું જ થાય એમ