________________
[ ૧૦૪ ]
શ્રી કપૂરવિજયજી
વદવુ, અને બને તેટલું ભલું જ કરવું. પૂરું' તા કદાષિ કાઇનુ ચાહવું ખેલવું કે કરવું જ નહિ. “જેવુ વાવવું તેવું લણવુ ’ એ ન્યાયે “ આપવું તેવું લેવું ” છે. સુખ આપીએ તે સુખ અને દુ:ખ આપીએ તેા દુઃખ, વારુ ! ત્યારે તમને શુ પ્રિય છે ? સુખ કે દુઃખ ? જો સુખ જ પ્રિય છે, તેા ત્રિકરણ શુદ્ધિથી સહુને સુખરૂપ થાય તેવું જ ચિતવા, વદો અને આચરો. બસ ! સક્ષેપથી એ જ સુખને ખુલ્લે માર્ગ-રાજમાર્ગ છે. તે જ નિર્ભીય માગે તમે વળે અને અન્ય ચાગ્ય જનાને મેધા. કોઇને અપ્રિય અને અહિતરૂપ થાય એવું નહિ વઢતાં પ્રિય, પથ્ય અને તથ્ય ( સત્ય ) અવિરુદ્ધ વચન વિવેકથી વઢે. આ ખાખત વસુરાજાના અને ગુરુપુત્ર પર્વત તથા નારદજીને સવાદ વારંવાર લક્ષપૂર્વક સંભારતા રહેા. રખે તમારાથી એવુ એક પણ અન કારી વાક્ય બેાલાઇ ન જાય કે જેથી તમારે તેમ જ શ્રોતાર્દિકેને ભવિષ્યમાં ઘણું સહન કરવું પડે. તેની પૂરતી સંભાળ રાખેા, તે માટે ભરતપુત્ર મિરચીનું દૃષ્ટાંત યાદ કરતા રહેા અને સત્ય વ્યવહાર રાખેા. ન્યાય, નીતિ અને પ્રમાણિકતાનું પવિત્ર ધેારણુ અડગપણે આદરી અને એથી ઊલટું ધારણ કદાપિ પણ ન આદરા. તુચ્છ સુખ મેળવવા સ્વાર્થા ધ ન બનતાં તેથી વિરક્ત ખની નિ:સ્વાર્થીપણાને ઉત્તમ માર્ગ આદરતા રહેા.સ્વ નિયત સાફ રાખા, નિર્મળ શીલ( સદાચાર )નુ સદાય સેવન કરેા, પરસ્ત્રીને તેા નિજ માતા, લિંગની કે પુત્રીવત્ ખરાખર લેખા. મનથી, વચનથી, ચક્ષુથી કે સ્પર્શોથી પણ કદાપિ કુશીલતા ન સેવવા પૂરતુ લક્ષ રાખા, સતાષવૃત્તિ ધારીને કૃપણતાર્દિક દોષ નિવારે અને બને તેટલે પરોપકાર સાધેા. સાધન કરી લેવાની આવી અનુકૂળ તક વારવાર મળવી દુર્લભ છે, એ પુનઃ પુન: સ ંભારી રાખેા. જેમ તત્ત્વજ્ઞાન સંબંધી ફેલાવા થાય