________________
[ ૧૦૨ ]
શ્રી કપૂરવિજયજી
સાચવવી અને જિનેશ્વર ભગવાનના ચરણનું શરણુ સદાય ચિત્તમાં ચાહવુ. વળી વિશેષે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મ એ ચારેનાં શરણુ આદરી, દઢ મન કરી, રાત્રે શયન કરતી વખતે સાગારી ( અમુક અવાધ-મર્યાદાવાળુ ) અણુસ આદરવુ.
૨૦ ઉપર જણાવ્યા એવા ઉત્તમ આચારવિચારને સેવનારા શ્રાવક શ્રાવિકાઓ શ્રી રાત્રુજય, સમેતશિખર, આબુગઢ અને ગિરનાર પ્રમુખ પવિત્ર તીર્થસ્થળેાને ભેટવાના–સેવવાન મનારથ કરે અને તે તે તીર્થ ક્ષેત્રને સદભાગ્યયાગે ભેટી પેાતાના આ માનવ અવતાર ધન્ય કૃતાર્થ માને. સ્વજન્મની સફળતા લેખે તેવાં પવિત્ર તીર્થના ભેટા કરી આત્મસાધન કરી લેવામાં પાતાનુ ખળવી ગાવે નહિ.
૨૧ આ ઉપર વખાણેલી શ્રાવક ચેાગ્ય કરણી જે ભવ્યા ત્માએ આદરે તે જન્મમરણના અંત કરી શકે. એમની સાથે લાગેલાં આઠે ક પાતળાં પડી જાય અને બધા પાપના બંધ છૂટી જાય એ વાત નિ:સ ંદેહ છે.
૨૨ ઉપર વખાણેલી શ્રાવક યોગ્ય કરણી કરવાથી તેનું યથાવિધિ સેવન-આરાધન કરવાથી પ્રથમ તા દેવ સંબધી ઉત્તમ સુખ મળે છે અને પછી અનુક્રમે મેાક્ષ સબંધી અક્ષય-અભ્યા બાધ સુખ પણ અવશ્ય આવી મળે છે; માટે ઉક્ત કરણી દુ:ખહરણી છે, એમ શ્રીમાન જિનહજી ઘણા પ્રેમથી જણાવે છે. આમ હાવાથી સુખના અથી સહુ ભાઇબહેનોએ જરૂર તેને આદર કરવા, ઇતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૩૭૩ ]