________________
લેખ સંગ્રહ.
[ ૧૩૯ ] અનુસારે તેના યથાર્થ ઉપયાગ કરવામાં આવે તે વીર્યાચાર.
“ એ સર્વ પવિત્ર આચારનું પાલન કરતાં અદ્વેષ-દ્વેષ રહિત ચિત્તવૃત્તિ સાચવી રાખવાની પ્રથમ જરૂર છે.”
· કલેશ વાસિત મન સ'સાર, કલેશ રહિત મત તે ભવપાર્
એ વચન સારી રીતે સભારી રાખવું જોઇએ. જો તે મુદ્દાની વાત વિસરી જઇ, અરે ! વિસારી દઇ, ગમે તેટલી કઠણ કરણી કરવામાં આવે તે તે એકડા વગરની શૂન્ય જેવી જ જાણવી અને જો ઉક્ત ઉત્તમ પ્રકારનું લક્ષ રાખી યથાશક્તિ સકળ આચારનું આરાધન કરવામાં આવે તે તેની અચૂક સફળતા-સાકતા થવા પામે. જન્મમરણના અનતા દુ:ખથી છૂટવા-મુકત થવા માટે ક્રોધ, અહંકાર, માયા-મમતા અને લેાભ-તૃષ્ણાદિક વિકારો અવશ્ય તજવા જોઇએ; તથા ક્ષમા, નમ્રતા, સરળતા અને સતાષાદિક સગુણા જરૂર સેવવા જોઇએ. રાગદ્વેષાદિકની ચીકાશવડે બહુવિધ કર્મ લેપથી ખરડાઇ જીવ ભારે થઇને ભવસાગરમાં ડૂબે છે, પરંતુ સમતારૂપી સાબુ અને જાવડે ઉક્ત સકળ કલેપને સાફ કરી નાંખી શુદ્ધ-નિર્મળ મની ચેતન પેાતાની સત્તાગત સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત કરે છે. સમ્યજ્ઞાન ( સમજ ) અને સમ્યગ્ ક્રિયા( કરણી-આચ રણ )વડે જ સકળ કમળના ક્ષય કરી આત્મા સિદ્ધ બુદ્ધ મુક્ત થઇ અજરામર (મેાક્ષ ) પદને પ્રાપ્ત થાય છે. ઇતિશમૂ.
[ શ્વે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૦૪ ]