________________
[ ૧૩૮ ]
શ્રી કપૂરવિજયજી
મેાક્ષ મેળવવા ઇચ્છનારે પ્રથમ શું કરવું જોઇએ ?
જન્મમરણાદિકના અનંતા દુઃખમાંથી સર્વથા છૂટકારા થાય અને અનંત, અક્ષય, અભ્યામાય એવા સ્વાભાવિક સુખમાં ભળી જવાય તે મેાક્ષ કહેવાય છે. તેવા મેાક્ષ સાથે યારેજોડે તેને યાગ કહેવામાં આવે છે. અર્થાત સર્વ પ્રકારના સદાચાર તેમાં સમાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ સામાન્યત: પાંચ પ્રકારના આચાર લેખાય છે. જેનાવડે જીવ આત્માદિ તત્ત્વના યથાર્થ બેધ થાય તેવા જ્ઞાન-જ્ઞાનીની સમ્યગ્ સેવા–ઉપાસનાઆરાધના કરવી તે જ્ઞાનાચાર.
જેના વડે જીવાદિક તત્ત્વની યથા પ્રતીતિ-શ્રદ્ધા પેદા થાય એવા દર્શન-દર્શનીની સમ્યગ્ સેવા-ભક્તિ કરવી તે દશ નાચાર.
જેના વડે તત્ત્વાચરણ-પરમાર્થ સેવા-નિ:સ્વાર્થ વૃત્તિ પેઢા થાય એવા ઉત્તમ ચારિત્ર-ચારિત્રધારીની સમ્યગ્ સેવા-ઉપાસના-ભક્તિ-બહુમાન-આજ્ઞાનું પાલન ( પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાથે ) કરવામાં આવે તે ચારિત્રાચાર,
જેનાવડે આત્મા સાથે લાગેલા અનાદિ કર્મ મલ તપાવી-જુદા પાડી-નિર્જરી-ક્ષય કરી નાંખી સ્વઆત્મરૂપી સુવર્ણ ને શુદ્ધનિર્મળ કાંચન જેવું કરી શકાય તેવા ષવિધ બાહ્ય અને ષડ્ વિધિ અભ્યંતર તપનું સમ્યગ્ સેવન કરવું તે તપાચાર,
તથા ઉક્ત સકળ યાગ સાધન કરતાં મન, વચન, કાયાનું હતુ મળ—વીય લગારે છુપાવ્યા વગર ઉલ્લસિત ભાવે શાસ્ત્ર