________________
લેખ સંગ્રહ
[ ૧૩૭ ]
હાનિકારક નિપજે છે, તેથી યુક્તિ-પ્રયુક્તિ કરી, સમજાવી, પટાવી તેમાં જેમ સુધારા થવા પામે તેમ કરવા અવશ્ય કાળજી રાખવી. શુભ અભ્યાસથી સહુ સારાં વાનાં થાય છે.
૫ મિથ્યાત્વ-દુર્બુદ્ધિ-વિપરીત બુદ્ધિના સદંતર ત્યાગ જ કરવા, સમ્યક્ત્વ-સબુદ્ધિનું સદા ય સેવન કરવું, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ ઈન્દ્રિયાના વિષયમાં ગૃદ્ધ આસક્ત બનવુ નહિ, ક્રોધાદિક ચાર કષાયથી અંધ બની જવું નહિ, અતિ નિદ્રા-આળસ વધારી એન્રી જેવા બનવું નહિ, તેમજ કામોદ્દીપક-માદક પદાર્થોનું સેવન કરવું નહિ અને નકામી કુથલીએ યા વિકથાવડે પેાતાના અમૂલ્ય વખત ગુમાવવે! નહિ.
૬ હલકા ( સુખે પચી શકે એવા ) અને સાત્ત્વિક ( મગજને તથા ક્ષુધાને શાન્ત કરી બુદ્ધિબળને ખીલવે એવા ) નિર્દોષ આહાર જ ગ્રહણ કરવા. તે પણ પ્રમાણમાં, ખરી ક્ષુધા લાગી હાય ત્યારે અવસરે જ લેવા કે જેથી અજીર્ણાદિક નવી ઉપાધિ પેદા ન થાય, પણ આપણાં કાર્ય-સાધનમાં તે મદદગાર થાય.
૭ મન અને ઇન્દ્રિયાના જય, કષાયાના નિગ્રહ, આળસને ત્યાગ, વિષયવિરકતતા (ઉદાસીનપણે પેટને ભાડું દેવા જેવા નિર્દેષ ખાનપાનનું જ સેવન ) અને ધર્મકથાના પ્રેમ-એ જરૂરી બાબતાનું લક્ષ તપસ્યાના લાભ લેવા ઇચ્છનારાઓને અવશ્ય રાખવા જેવું છે. એવા પવિત્ર લક્ષથી જ આત્મા અધિકાધિક નિર્મળ થતા જશે. ઇતિશમ્.
[ રે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૦૩ ]