________________
[ ૧૪૦ ]
બાઘાડંબર તજી સાચવટથી જ રક્ષા થઇ શકશે.
શ્રી કપૂરવિજયજી
શાસન
તપ, જપ, સંયમવડે આત્મસાધન કરવા ઊજમાળ રહે તે જ સાધુ, સ્વપરહિત કરવા સદા સાવધાન રહે તે જ ખરા સાધુ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતતારૂપ પાંચ મહાવ્રતનુ પાલન કરવા ઉપરાંત રાત્રિèાજનનું સર્વથા વજ્રન કરે, ક્ષમાદિક દુવિધ યતિધર્મને યથાવિધ આરાધવા ઊજમાળ રહે અને સર્વ જીવને આત્મ સમાન લેખે તે જ સાચા સાધુ. પોતે પાંચે ઇન્દ્રિયનું દમન કરે એટલે તેના વિષયાથી વિરક્ત રહે, તેમાં તલમાત્ર આસક્તિ ન કરે, ક્રોધાદિક ચાર કષાયને જીતે-રાગદ્વેષાદિક વિકારને વશ ન ધાય અને મન, વચન, કાયા પવિત્ર રાખવા પ્રયત્ન કરે, જ્ઞાનધ્યાનમાં તત્પર રહે, પૂજ્યના પ્રત્યે વિનય વૈયાવચ્ચ ( સેવાભક્તિ ) કરવા સાવધાન રહે, વડીલ જનેાની આજ્ઞાને શુદ્ધ મને મસ્તકે ચઢાવે, સંયમમાર્ગ માં ઉપયાગ ચૂકતાં જે કઇ સ્ખલના થાય તે સરલભાવે જ્ઞાની ગુરુ સમીપે નિવેદન કરી તેની શુદ્ધિ કરે, શરીર ઉપર કે ધર્મના ઉપગરણ ઉપર પણ મમતા ન ધરે, સ્વક વ્ય કરવામાં લગારે પ્રમાદ-આળસ ન કરે, તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ પ્રવચનમાતાનુ યથાવિધ આરાધન કરવા સદેાદિત લક્ષ રાખે તે જ ખરા સાધુ-નિગ્ર થ-વાચ યમ-ચતિ–સન્યાસી સમજવા.
સામાન્ય સાધુ કરતાં અધિક જાગૃતિ, આચારવિચારની શુદ્ધિ, જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમમાં લીનતા પડિતસાધુઆ, ન્યાસાને તેથી અધિક પાઠક–ઉપાધ્યાયાને