________________
લેખ સંગ્રહ
[ ૧૪૧ ] અને તેથી અધિક આચાર્ય–સુરિવારોને હોવી જોઈએ, તે જ તેમની તે તે પદવીની સાર્થકતા–સફળતા સમજવી. જે પોતે સદુપદેશનું પાન કરી, પ્રમાદ તજી, સ્વ સંયમવ્યાપારમાં સાવધાન રહે તેને જ ખરા સાધુ લેખી શકાય, તેને જ શાસનરક્ષકશાસનશણગાર માની શકાય. તથા પ્રકારની કરણ વગર યા દેવગુરુની પવિત્ર આજ્ઞાની દરકાર વગર કેવળ સ્વછંદપણે ચાલવાથી તો લાભને બદલે ઊલટી હાનિ જ થવા પામે અને તેથી શ્રીગતમાદિક મહાપુરુષોએ ધારણ કરેલા પવિત્ર વેશની વિડંબના જ કરી કહેવાય. એવું બરાબર સમજનારા સાધુજને ને તેમના કર્તવ્ય આશ્રી વધારે કહેવાની ભાગ્યેજ જરૂર હોય. દેશ, કાળ, ભાવ વિચારી પવિત્ર શાસનની રક્ષા અને પુષ્ટિ કરવા સજજનો તે પાછી પાની ન જ કરે. વળી “કૂવામાં હોય તો હવાડામાં આવે ” એ ન્યાયે સાધુજનો જ્ઞાનવૈરાગ્યથી ભૂષિત છતાં નિ:સ્પૃહપણે ભવ્યજનોને સદુપદેશ દેતા હોય તે તે અવશ્ય તેમને અસર કરે જ. તથા પ્રકારની રહેણીવગરની કહેણી માત્ર મારી જેવી નમૂલી થઈ જાય છે. મતલબ કે રહેણીની લહેજત ઓર જ છે. ઉપરની સઘળી હકીકત સાધુની જેમ સાધ્વીઓને પણ બહુધા લાગુ પડે છે, એમ સમજી શકનારી મહાસતીઓ (વીરપુત્રીએ)ને તેમના કર્તવ્ય આશ્રી, વધારે શું કહેવું ? પંડિતાઈન ડેળ અને લેકરંજન કરવા માટે જે શ્રમ લેવામાં આવે, તેટલે જ શ્રમ આત્માના કલ્યાણ માટે લેવામાં આવતાં, અજ્ઞાન અંધકાર ટળી ખરી દીવાળી જ થઈ રહેશે.
ખરા જ્ઞાની ગુરુ સમીપે વિનય, બહુમાનપૂર્વક શાસ્ત્રશ્રવણ કરી, હંસની જેમ તેમાંથી સાર ગ્રહણ કરી લેનાર ગૃહસ્થને