________________
[ ૧૪૨ ]
શ્રી કપૂરવિજયજી
શ્રાવક કહેવાય છે. ખરી અટલ શ્રદ્ધા, ખરા વિવેક અને ખરી કપટ વગરની કરણીવડે જ શ્રાવક વખણાય છે. જેનામાં ખરી શ્રદ્ધા, વિવેક અને આચાર ન જ હાય. તે તા ફક્ત નામના જ શ્રાવક કહેવાય. શ્રાવક યેાગ્ય વ્રત-નિયમેાથી પ્રાણાન્ત પણ નહિ સ્ખલિત થનાર પરમ શ્રાવક કહેવાય છે. આ વાતા શ્રાવિકાને પણ લાગુ પડે છે. આવા સ્વધમી ભાઇબહેના પ્રત્યે અવિહડ પ્રેમ પ્રગટાવવા જોઇએ. ઇતિશમ્
[ જૈ. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૦૫]
વિનય–વશીકરણના અનેક પ્રકાર,
આઠ પ્રકારે ગુરુજનાના વિનય કરવા કહ્યો છે—
૧ તેમને આવતાં દેખી ઊભા થઇ જવું,
૨ તેમના સન્મુખ જવું.
૩ બે હાથ જોડી મસ્તક લગાડી નમવુ
૪ બેસવા માટે પેાતાનું આસન આપવું-કવું.
૫ તેઆ બેઠા પછી પાતે બેસવું.
૬ ગુરુમહારાજને વિધિપૂર્વક વદન કરવું.
૭ તેમની ઉચિત સેવા-ભક્તિ કરવી.
૮ તેઓ નિવત્તુ પાછા જાય. ત્યારે તેમને વાળાવવા જ
જવું. એ રીતે આઠ પ્રકારના વિનય કરવા.