________________
[ પર ]
શ્રી કરવિજ્યજી ગ્રંથમાં સ્પષ્ટપણે આખી આલમના હિત માટે ભવ્ય પ્રાણીએને નીચે પ્રમાણે અમૃત વચનોથી ઉપદેશ આપે છે કે
श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् ।
आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरत् ।। જિજ્ઞાસુ-આપ એ આચાર્ય મહારાજે ફરમાવેલા લોકોને ભાવાર્થ કૃપા કરીને સ્પષ્ટ સમજાય તેમ કહેશો તો તેના ભાવાર્થ સાથે યાદ રાખવાને મારી જેવાને વધારે અનુકૂળ પડશે તેમ જ અન્ય જીવોને ઉપકારક થશે.
સત્ય-ભાઈ જિજ્ઞાસુ! ઉપર ટાંકેલા કલાકમાં જગતના જીવના હિત માટે કહેલું તાત્પર્ય એ છે કે “હે ભવ્યામાઓ! તમે વિનયપૂર્વક જ્ઞાની ગુરુ પાસે ધર્મનું રહસ્ય સાવધાનપણે સાંભળે, અને તે સઘળું રહસ્ય શ્રવણ કરીને તમારા હૃદયકમળમાં નિશ્ચયાત્મક રૂપ અવધારો, અને એ રીતે નિજ નિજ હૃદયકમળમાં અવધારી રાખેલા નિશ્ચયાત્મક ધર્મ રહસ્ય ઉપર પૂર્ણ શ્રદ્ધા–આકીનતા રાખી જે કાંઈ આત્માને અનર્થ-અહિતકર થાય એવાં પ્રતિકૂળ કાર્ય કોઈ પણ પ્રાણી પ્રત્યે ન જ આચરે, પ્રાણીમાત્ર સુખના અથી હોવાથી તેમને અસુખ યા દુઃખરૂપ થાય એવાં કઈપણ કાર્ય મનથી, વચનથી કે કાયાથી કરવાં જ નહિ. જે જે કાર્યો આપણને અહિત અથવા દુઃખરૂપ થતાં જણાય છે તે કાર્યો અન્ય જીવો પ્રત્યે ન જ કરવા જોઈએ. જે જે કાર્યો આપણને હિતરૂપ યા સુખરૂપ થતાં જણાય છે તે સત્કાર્યો અન્ય પ્રત્યે આચરવા લક્ષ રાખવું જોઈએ.” એવું ઉત્તમ તાત્પર્ય ઉપરના કલેકમાં