________________
લેખ સંગ્રહ
[ ૫૧ ] વાળ તો અશકય જ છે, પણ સુપુત્રએ સ્વહૃદયમાં તેમના પ્રત્યે પૂર્ણ ભક્તિભાવ ઘારણ કરી તેમણે કહેલાં હિત વચનને કદાપિ પણ અનાદર નહિ કરતાં પૂર્ણ શ્રદ્ધાથી તેને આદર કરે એ કાયમ સ્મરણમાં રાખી લેવા લાયક છે. બાકી જે કઈ માતાપિતા દૈવયોગે સ્વધર્મથી પતિત થઈ ગયા હોય અથવા સદ્ધર્મથી અદ્યાપિ બનશીબ જ રહ્યાં હોય તો સુપુત્રોની એ એક ભારે પવિત્ર ફરજ છે કે તેણે તેમને ઉચિત વિનય-નમ્રતા સાચવીને સદ્ધર્મનું સારી રીતે ભાન કરાવી, તેમાં શ્રદ્ધા-પ્રતીતિ ઉપજાવી, જેમ તેઓ સદ્ધમમાં જોડાય તેમ કરવા પૂરતી કાળજી રાખવી. એ રીતે સદ્ધર્મની પ્રાપ્તિ થવાથી માબાપની સગતિ થાય છે. માબાપના ઉપકારનો બદલો વાળવાને આના કરતાં બીજે કઈ ઉત્તમ માર્ગ નથી એમ સમજી સુજ્ઞ સુપુત્રાએ સ્વપરહિતની મળેલી તક જરૂર સાધી લેવી.
ઈતિશમ [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૨૦૪]
સત્ય અને જિજ્ઞાસુનો શાસ્ત્રસંવાદ, જિજ્ઞાસુ-ભાઈ સત્ય! જેથી આત્માની ઉન્નતિ થાય એ સર્વસામાન્ય ધર્મમાર્ગ દર્શાવનાર જે જે કંઈ પ્રમાણવાય આપના લક્ષમાં આવેલાં હોય તે કૃપા કરી બતાવશે તે મારી જેવા ઉપર મોટો ઉપકાર થશે.
સત્ય-ભાઈ જિજ્ઞાસુ ! ૧૪૪૪ ધર્મગ્રંથના પ્રણેતા શ્રીમાનું હરિભદ્રસૂરીશ્વર પિતાના કરેલા તસ્વનિર્ણય નામના