________________
[ ૫૦ ]
શ્રી Íરવિજયજી ભાવાર્થ-જે માબાપની ચરણસેવા સદા ય કરે, જે કુળની કીર્તિ અને લાજ વધારે અને સૂર્યની જેમ જગતમાં જેને યશ પ્રસરે તેમને સુપુત્ર સમજવા. પિતાના પિતા શાંતનૂની આજ્ઞા પાળી ગંગાપુત્ર (ભીષ્મપિતામહ) સ્વકીર્તિ સર્વત્ર વિસ્તારી દીધી તેમને અને જેણે રામચન્દ્રજીની સેવા કરી એવા અંજનાપુત્રહનુમાન જેવા સુપુત્રને ધન્ય છે. જે સુપુત્ર માતાનો બોલ કદાપિ ન લેપે તેનો પુન્ય-પ્રતાપ સર્વત્ર સૂર્યની જેમ તપે છે. ગમે તે દર્શનમાં બારીકીથી જોતાં માતાપિતાની સેવા-ભક્તિ કરવાનું સરખી રીતે વર્ણન છે. શ્રી મહાવીરદેવે માતાના ગર્ભમાં હતા ત્યારે જ નિયમ લીધું હતું કે “માતાપિતા જીવતાં છતાં મારે દીક્ષા ગ્રહણ ન કરવી” અને એ જ રીતે માતાપિતા દેવગત થયા પછી જ પ્રભુએ દીક્ષા લીધી હતી. તેમ જ વળી અરણિક મુનિએ ચારિત્રમાં શિથિલ પરિણામ થયા છતાં પોતાની ભદ્રામાતા( સાધ્વી )ના ઉપદેશવચનથી પ્રતિબોધ પામી ધગધગતી શિલા ઉપર અણુશન કરીને આત્મકલ્યાણ સાધ્યું. માતા પિતાના પ્રિય પુત્રોનું કેટલું ઊંડું હિત ઈચ્છે છે અને કરે છે એવી પવિત્ર માતાની આજ્ઞાને અનુસરી ચાલનારા સુપુત્રો કેવું સ્વહિત કરી શકે છે તે ઉપરના દષ્ટાંત વિચારતાં સ્પષ્ટ થઈ શકશે. સહુએ પોતાનાં માતાપિતા ઉપર અંતરંગ પ્રેમ રાખવો જોઈએ. એ વાતનો ઊંડે બધા આપવા ઉપરના બે દષ્ટાંત પણ પૂરતાં જણાય છે. જે બાળભાવે પુત્રને લાડ કરી રમાડે છે, તેનું ભવિષ્ય સુધારવા વિદ્યાભ્યાસ કરાવે છે અને તેનાં અનુકૂળ ખાનપાન માટે પૂરતી કાળજી રાખે છે તે માતાપિતાનો બદલે શી રીતે વાળી શકાય? જે કે માતાપિતાના અતુલ ઉપકારને બદલે બીજી કઈ રીતે