________________
[ ૧૧૬ ]
શ્રી કષ્પરવિજયજી કરવું, પતંગાદિકની પેઠે બહારના રૂપરંગમાં લેભાઈ જવું, ક્રોધાદિક વિકારોને વશ થવું અને જેથી ન તે સ્વહિત થાય કે ન તે પરહિત થાય એવી નકામી વાતે કરવામાં જ પોતાને અમૂલ્ય વખત વીતાવવો તથા જ્ઞાનીને સત્સંગથી દૂર રહેવું, અતqશ્રદ્ધા કરવી એટલે પરીક્ષાપૂર્વક તવશ્રદ્ધા કરી શકાય તેવા પ્રયાસથી દૂર રહી છેટી રૂઢીને વળગી રહેવું એ વિગેરે અસત્ પ્રવૃત્તિ પણ પ્રમાદાચરણરૂપે જ સમજવી.
૧૫ પ્રાણરક્ષા જેવી વહાલી ચીજ કોઈ નથી અને પ્રાણવિગ કરાવવા જેવો કોઈ ત્રાસ નથી, એમ સમજી સર્વ કોઈની આત્મા સમાન રક્ષા કરવી.
૧૬ કામરાગ આંધળો છે. તે અકાળે પ્રાણની હાનિ કરાવી ખરા સુખથી વંચિત કરે છે અને આત્માને ઘણી નીચી પાયરીમાં ઉતારી દે છે.
૧૭ તેને જ ખરેખર રો-બહાદૂર સમજો કે જે ગમે તેવી સુંદરીનાં કટાક્ષબાણથી પણ અવિકૃત નિર્વિકાર રહે છે-રહી શકે છે.
૧૮ જેઓ સંત-સાધુપુરુષનાં વચનામૃતવડે પિતાનાં કર્ણને પવિત્ર કરે છે, તેઓ જ ખરેખર “સકર્ણ” કહેવાવા ગ્ય છે.
૧૯ જે નિજ ગૌરવ ( લાજ-પ્રતિષ્ઠા) જાળવી રાખવા જ ઈચ્છતા હો તે મનને અને ઇન્દ્રિયને વશ થઈ કોઈની પાસે નકામી દીનતા દાખવે નહિ.
૨૦ વિષયાંધ બનેલી સ્ત્રીના ગહન ચરિત્રને પાર પામ બહુ જ મુશ્કેલ છે.